ગુજરાત(Gujarat): અમેરિકા(America)માં ગેરકાયદેસર રીતે ઘુસવા જતા ગુજરાતના વધુ એક યુવકનું મેક્સિકો બોર્ડર(Mexico border) ક્રોસ કરતી વેળાએ મોત થયું છે. આ કરુણ ઘટનાને લઈને ગુજરાત પોલીસ(Gujarat Police) દ્વારા કબુતરબાજી તરફની તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, એકાદ વર્ષ અગાઉ ડિંગુચાના પરિવારના કેનેડાની બોર્ડર પર હિમપ્રપાતથી મોત પછી કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હવે કલોલ(Kalol)ના યુવકને મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસાડવામાં એ જ ઉત્તર ગુજરાતની ગેંગનો હાથ છે કે કેમ તે મામલે પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં એક મોટી ગેંગ સક્રિય છે અને તે વ્યવસ્થિત રીતે એજન્ટો દ્વારા કરોડો રુપિયા પડાવીને લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડવામાં આવી રહ્યા છે. અનેક લોકોએક સારા ભવિષ્યની શોધમાં પોતાની કીમતી વસ્તુઓ ગીરવે મૂકીને કે વેચીને પણ વિદેશ જઈ રહ્યા છે. પરંતુ ગેરકાયદેસર રસ્તાઓ પાર કરવા જતા તેઓ પોતાના જીવને તો જોખમમાં મુકે જ છે સાથે તેમના પરિવારજનોના જીવ પણ જોખમમાં મૂકે છે.
મહત્વનું છે કે, કલોલના છત્રાલના યુવાન બ્રિજ યાદવનો હાલનો જ કિસ્સો આ વાતની ગવાહી પૂરે છે. બ્રિજનો પરિવાર મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા માટે ટ્રમ્પવોલ કૂદી રહ્યો હતો ત્યારે તેણે અકસ્માત નડ્યો હતો. તે સમયે નીચે પડી જતાં બ્રિજનું કરુણ મોત થયું છે. જ્યારે તેના પત્ની ગંભીર હાલતે છે અને માસૂમ ત્રણ વર્ષનો પૂત્ર પણ ગંભીર હાલતમાં છે.
સમગ્ર મામલો સામે આવ્યા બાદ ગુજરાત પોલીસ દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર લોકોને ઘૂસાડનારી ગેંગને શોધવા તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. આ મામલાને લઈને ગુજરાત પોલીસની એક ટીમ ક્લોલના છત્રાલ પહોચી છે. જે પોતનો પ્રાથમિક રિપોર્ટ પોલીસવડા અને સરકારને સોંપવામાં આવશે. અત્યારે તો પોલીસ બ્રિજ અને તેના પરિવાર સહિત અન્ય લોકોની ખેપને મેક્સિકો મોકલનારા એજન્ટ તથા બાકીની ચેઈનના સભ્યોની તપાસમાં લાગી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.