પાણીના ધસમસતા પ્રવાહની અંદર પણ નથી ડગમગતો ખાખી જવાન- વિડીયોમાં જુઓ કેવી રીતે મહિલાને બચાવી

ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે છોટાઉદેપુર(Chhotaudepur)માં અતિભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ત્યારે ભારે વરસાદની વચ્ચે પણ પોલીસ જવાનો લોકોનું રક્ષણ કરવાનું નથી ભૂલ્યા.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વિડીયો છોટાઉદેપુરનો છે. જેમાં પોલીસ જવાન પોતાના જીવને જોખમમાં મુકીને પાણીના વહેતા પ્રવાહમાં એક મહિલાનો જીવ બચાવતા નજરે ચડી રહ્યા છે. ત્યારે પોતાના જીવની પરવાહ કર્યા વગર ભારે વરસાદમાં મહિલાને બચાવનાર આ ખાખી જવાનને સો સો સલામ કરીએ તો પણ ઓછા પડે. વિડીયોમાં જોઈ શકો છો કે, પોલીસ જવાન પોતાના ખંભા પર મહિલાને લઈને પાણીના પ્રવાહને પાર કરતા દેખાઈ રહ્યા છે.

હાલમાં આ વિડીયોને જોતા લોકો પણ પોલીસ જવાનના બે મોઢે વખાણ કરી રહ્યા છે. આ વિડીયો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ફેસબુક પર મુકવામાં આવ્યો છે અને સાથે લખવામાં આવ્યું છે કે, જ્યારે મુશ્કેલ પરિસ્થિતિઓની વાત આવે છે, ત્યારે અમે એકબીજાને મદદ કરવા માટે મક્કમ અને એક થઈને ઊભા રહીએ છીએ. આ વિડિયો છોટા ઉદેપુરનો છે, જેમાં આપણા ગુજરાતના પોલીસ અધિકારીઓ અને સામાન્ય જનતા એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે, ભારે વરસાદ દરમિયાન દરેક વ્યક્તિ સુરક્ષિત રહે.

શાળા-કોલેજ આગામી આદેશ સુધી બંધ:
અતિભારે વરસાદને કારણે છોટાઉદેપુર કલેકટર દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે ટ્વિટ કરીને જણાવતા કહ્યું છે કે, ભારે વરસાદને કારણે આવતીકાલથી તમામ શાળા-કોલેજ આગામી આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી બંધ રાખવાના રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા 11થી 14 જુલાઇ સુધી વિવિધ વિસ્તારોમાં ભારથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જોકે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ હવે હાલની પરિસ્થિતિને જોતાં જીલ્લા કલેક્ટર દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

છોટાઉદેપુરના કલેક્ટરે જિલ્લામાં વરસાદની પરિસ્થતિ જોતાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે ટ્વિટ કરીને જણાવતા કહ્યું હતું કે, જીલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતી હોવાને કારણે આવતી કાલથી અત્રેના જીલ્લાની શાળાઓ, કોલેજો, ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આંગણવાડીઓ બંઘ રાખવાની રહેશે. વહીવટી તંત્ર દ્વારા બીજી સૂચના ન આપવામાં આવે ત્યાં સુઘી આદેશનું પાલન કરવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *