જુગાર રમાય છે તેવી બાતમી મળતા પોલીસે કરી રેડ અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહીત 6 જુગારી ઝડપાયા

Published on: 11:17 am, Sat, 26 September 20

ઢસા પોલીસે (Dhasa Police) રાજકોટ રોડ ઉપર સ્થિત નવનીત જીનમાં રેડ કરી જુગાર રમતા છ વ્યક્તિઓને કુલ મુદ્દામાલ 58450 સાથે ઝડપી લીધા છે. ઢસા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સીવરાજભાઈ હરેશભાઈ પટગીર એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે પોલીસને મળેલી ગુપ્ત બાતમીને આધારે પોલીસની ટીમે રાજકોટ રોડ પર આવેલા નવનીત જીનમાં દરોડો પાડી જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડયા હતા.

ઝડપાયેલા આરોપીની ઓળખ આ પ્રમાણે થઈ છે. પ્રભાતસિંહ અમરસિંહ ગોહિલ, કુબેર માધાભાઈ ખેર, ખોડા ભગવાનભાઈ પડસાળા, વલ્લભ રામ ભાઈ કટારીયા, પ્રકાશ કરસનભાઈ જાગાણી તથા અશોક રતિલાલ મિયાણી ને રોકડા રૂપિયા ૪૨ હજાર તથા માંડેલા 3150રૂપિયા અને 6 મોબાઈલ જેની કિંમત 12300 થાય છે તે મળીને કુલ ૫૮ હજાર ચારસો પચાસ સાથે પોલીસે ઝડપી પાડયા હતા.

પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા ની કલમ ૪ અને ૫ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પકડાયેલા આરોપીઓમાં વલ્લભ કટારીયા પણ સામેલ છે. જે ભાવનગર (Bhavnagar) જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે તથા તે બોટાદ (Botad) જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના સગા કાકા છે.

આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

How to Earn Money Online – 10 ways

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle