ગુજરાતમાં સોનાના વેપારીઓની મુશ્કેલીમાં થશે મોટો વધારો- સરકાર 1 એપ્રિલથી લાગુ કરવા જઈ રહી છે આ નિયમ

સમગ્ર ભારતમાં 1 એપ્રિલથી જ્વેલર્સ ફરજિયાત HUID વાળી જ જ્વેલરી વેચી શકશે, જેનાથી બ્લેકમાં થઇ રહેલ વેચાણ બંધ થશે. જે ગ્રાહકો દ્વારા સોનાની ખરીદી કરવામાં…

સમગ્ર ભારતમાં 1 એપ્રિલથી જ્વેલર્સ ફરજિયાત HUID વાળી જ જ્વેલરી વેચી શકશે, જેનાથી બ્લેકમાં થઇ રહેલ વેચાણ બંધ થશે. જે ગ્રાહકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવે છે તે તેની જરૂરિયાત અનુસાર જ સોનું મળે એટલા માટે સરકાર દ્વારા હવે નિયમ બનાવવામાં આવ્યો છે. જેમાં જ્વેલર્સના વેપારીઓ(Jewelers Merchants) 1 લી એપ્રિલથી ફક્ત HUID નંબરવાળી જ જ્વેલરીનું વેચાણ કરી શકશે. જો વાત કરવામાં આવે તો જ્વેલરીમાં 14, 16, 18, 20 અને 22 કેરેટની જ્વેલરી હોય છે, અમુક જ્વેલર્સો દ્વારા ગ્રાહક દ્વારા માંગવામાં આવે તે નહી પરંતુ તેના કરતાં નીચેના કેરેટની જ્વેલરી ગ્રાહકને આપી દેવામાં આવતી હોય છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા નિયમને લઈને BSIમાં રજીસ્ટ્રેશન થશે. એટલે કેટલા ગ્રામ, કેટલા કેરેટની જ્વેલરી છે તેની પણ જાણકારી ગ્રાહક દ્વારા આ HUID નંબર દ્વારા જાણી શકાશે. બીજી બાજુ અમુક જ્વેલર્સો દ્વારા બ્લેક માર્કેટમાં દાગીનાનું વેચાણ કરવામાં આવતું હોય છે, HUID નંબરને કારણે દાગીનાનું બ્લેકમાં થઇ રહેલ વેચાણ બંધ થશે.

આ નિયમને લઈને સુરતના સોનાના વેપારીઓએ જણાવતા કહ્યું હતું કે, આ નિયમથી વેપારીઓની સમસ્યામાં વધારો થશે. 1 એપ્રિલથી જ્વેલર્સ ફક્ત HUID દાગીના જ વેચી શકશે અને બ્લેકનો ધધો બંધ થશે. તો સાથે જ શહેરમાં 2500 જ્વેલર્સ સામે ફક્ત 15 હોલમાર્કિંગ સેન્ટરો હોવાથી વેપારીઓની સમસ્યામાં મોટો વધારો થશે. સરકાર દ્વારા આવનાર નવા નિયમને લઈને BSIમાં રજીસ્ટ્રેશન થશે. HUID નંબરને કારણે બ્લેકમાં દાગીના મળતા બંધ થશે.

જો તમે આગામી સમયમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે અતિ મહત્વના છે. વાત કરવામાં આવે તો દેશમાં 1 એપ્રિલથી ભારતમાં એ જ સોનાના દાગીના વેચાશે, જેના પર 6 અંકોનો હોલમાર્ક અલ્ફાન્યૂમેરિક યુનિક આઈડેન્ટિફિકેશન સંખ્યા અંકિત હશે. સરકારે જણાવતા કહ્યું છે કે, 31 માર્ચ પછીHUID વગર જૂના હોલમાર્ક દાગીનાનું વેચાણ કરવાની પરમિશન દુકાનદારોને આપવામાં આવશે નહી. ગ્રાહકોના સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોલ્ડ હોલમાર્ક સોનાની શુદ્ધતાનું પ્રમાણપત્ર હોય છે. 16 જૂન, 2021થી સ્વૈચ્છિક રૂપથી લાગુ કરવામાં આવ્યું હતું. 6 અંકોનો HUID નંબર 1 જુલાઈ, 2021 થી લાગુ કરી દેવામાં આવ્યો છે. જોકે, મંત્રાલય દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ગ્રાહકો પાસે રહેલા જૂના હોલમાર્કના દાગીના કાયદેસર ગણાશે. આ નિયમ એ જ્વેલરી પર લાગુ થશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *