સુરત(ગુજરાત): મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના વેસુ VIP રોડ પર ચાલતા ગેરકાયદેસર સ્પા પર રેડ પાડવામાં આવી હતી. બંગાળના કોલકોતાની અનેક યુવતીઓ પાસે કરાવાતાં બદકામના રેકેટને પરદા ફ્રાશ કર્યો હતું. અંબે સ્પામાંથી 18 યુવતીઓને ડિટેઇન કરાઈ હતી. પોલીસે કસ્ટમર બની આખું રેકેટ ચલાવનાર મેનેજર સહિત 7ની ધડપકડ કરી આગળની તપાસ શરુ કરી છે.
11 મહિના પહેલા વેસુ વીઆઇપી રોડ પર મારવેલા કોરિડોરમાં આવેલા એમ્બીઝ સ્પામાં વડોદરાની 15 વર્ષીય તરૂણીનું અપહરણ કરી વૈશ્યાવૃતિમાં ધકેલી દેવામાં આવી હતી. તે જ સ્પામાં ફરી કુટણખાનું શરૂ થઈ જતા શનિવારે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોડે રેડ પાડી હતી. જ્યાંથી સ્પાના માલિક, સંચાલક તેમજ 6 ગ્રાહકો સહિત 8 વ્યક્તિની ધડપકડ કરવામાં આવી હતી. 18 મહિલાઓને આ સ્પામાંથી રેસ્કયુ કરી હતી.
આ સ્પા છેલ્લા 4 મહિનાથી શરૂ થયું હતું. રેપ જેવી ગંભીર ઘટના બની હોય ત્યારે આ સ્પા કોના ઈશારે શરૂ થયો તેની જો પોલીસ કમિશનર તપાસ કરાવે તો અનેક પોલો ખૂલી શકે છે. સ્ક્વોડે મોકલેલા ડમી ગ્રાહકને 1 હજાર લઈ રૂમમાં મોકલાયો હતો. જ્યાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. પોલીસની રેડ પડતા ગ્રાહકોમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસથી બચવા માટે મારવેલા કોરિડોરમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ ચોથા માળે સ્પાની રૂમની બહાર સુધી સીસીટીવી કેમેરા લગાડેલા છે. જેના પર એક વ્યક્તિ સતત નજર રાખતો હતો.
પોલીસને માહિતી મળી હતી કે, મારવિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે ચાલતા ગેરકાયદે સ્પાન ચાલતું હતું. બીજા રાજ્યોની યુવતીઓ પાસે મસાજ સાથે મજા આપતી હોવાની જાણવા મળી હતી. જેને લઈ પોલીસે બાતમીદારને ગ્રાહક બનાવીને ટ્રેપ ગોઠવી હતી. જેમાં કસ્ટમર અને મેનેજર સહિત 7 લોકોની અટકાયત કરી હતી.
પોલીસે કોલકોતા-બંગાળની અનેક યુવતીઓને છોડાવી હતી. આ યુવતીઓ પાસેથી લગભગ 1000ના ભાવ લઈ ગંદા કામ કરાવી રહ્યા હોય એવી આશંકાને લઈ તપાસ શરુ કરી છે. ખટોદરા પોલીસની હદમાં મિસિંગ સેલની રેડ બાદ ભાગદોડ મચી ગઇ હતી. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સ્પામાંથી કુલદીપસિંહ, નિલેશ સીંગ, રાહુલ રાજુ ભટ્ટ, પ્રશાંત હીતુ ઠક્કર, વિપુલ યુવરાજ નિકમ, કરણ વિનોદ કુવર, ભાવેશ જેન્તી પ્રજાપતિ, વિજય મોહન પટેલ આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.