મધરાતે રાજ્યભરની જેલમાં લાઈવ કેમેરા સાથે પોલીસના દરોડા, ગૃહમંત્રીનું સીધું મોનીટરિંગ

ગુજરાત(Gujarat): રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા આપવામાં આવેલી સુચના હેઠળ તેમના માર્ગદર્શન હેઠળ આજે ગાંધીનગર પોલીસ ભવન(Gandhinagar Police) સ્થિત DGP ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) દ્વારા એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના ગૃહ સચિવ નિપુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે, આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા. આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાતની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા હતા.

ગુજરાતની સબજેલોમાં ચાલી રહેલી અસામાજીક પ્રવૃતિને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજકોટ, અમદાવાદ તેમજ નડિયાદની જેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ સહિતની અનેક પ્રતિબંધિત ચીજ વસ્તુ મળી આવી હતી. ત્યારે આ મેગા સર્ચે ઓપરેશને રાજ્યનાં પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *