રાજકોટના યુગલની ધ્રુજાવી દેતી પ્રેમ કહાની- સાંભળી તમે પણ ધ્રુસકે-ધ્રુસકે રડી પડશો…

એક યુવલની દર્દભરી પ્રેમ કહાની રાજકોટ માંથી સામે આવી છે. સમાજના બંધનોએ પ્રેમનો પૂર્ણ વિરામ લાવીને પરીવારે યુવક-યુવતીના અલગ જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા. તેથી…

એક યુવલની દર્દભરી પ્રેમ કહાની રાજકોટ માંથી સામે આવી છે. સમાજના બંધનોએ પ્રેમનો પૂર્ણ વિરામ લાવીને પરીવારે યુવક-યુવતીના અલગ જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા. તેથી જેને મળવા વગર સુરજ ન ઉગે તેનો ચેહરો જોવાનું પણ બંધ થય ગયું હતું. પરંતુ અચાનક જીવનમાં એક વળાંક આવ્યો અને બન્ને ફરીવાર એક થઈ ગયા અને સુખીથી જીવન જીવવા લાગ્યા હતા.

તે જ સમયે ઓછામાં જાજુ જીવતા દંપતી પર આફતનો વાયરો એવો ફૂંકાયો કે, ક્યારેય પણ ન રડેલા કે ન ડરેલા કેતન ધ્રૂજી ઉઠ્યા અને આંખોમાં આંસુ છલકાવા લાગ્યા હતા. જયારે તેમના કાને એ વાત પડી કે, પત્ની સોનલ કેન્સરગ્રસ્ત છે. કેતનભાઈ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ભાંગી પડ્યા હતા.

મળેલી માહિતી અનુસાર કેતન અને સોનલને 1989માં પ્રેમ થયો હતો. બંનેની જ્ઞાતિ અલગ અલગ હતી તેથી બંનેને પરિવાર દ્વારા અલગ કરી દેવામાં આવ્યા હતા. પરિવાર દ્વારા વર્ષો બાદ બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન કરાવવામાં આવ્યા હતા. પરંતુ સોનલનો પતિ તેને ખુબ જ ત્રાસ આપતો હતો અને મારપીટ કરતો હતો. તેથી સોનલનું બે વખત મિસકેરેજ પણ થઇ ગયું હતું. ત્યારે બીજી તરફ કેતનને તેની પત્ની સાથે ભળતું ન હતું. તેથી બંન્નેએ છુટ્ટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ કેતન અને સોનલ સંપર્કમાં આવ્યા અને આખરે બન્નેએ 2007માં લગ્ન કર્યા હતા.

ત્યારે સોનલનો જૂનો પતી તેને લલચાવી અને ફોસલાવીને ફરી એક વાર તેની સાથે લઇ ગયો હતો. ત્યારે કેતનભાઈએ અઢી વર્ષ સુધી અન્નનો ત્યાગ કર્યો હતો. અને ત્યારે સોનલ તેના જૂના પતિને છોડીને ફરી એક વાર કેતન પાસે આવી ગયા હતા. ત્યાર બાદ બંને ખુશીથી પોતાનું જીવન જીવતા હતા. તેઓને આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી પણ તેઓ ખુશ હતા. સોનલ અને કેતન ફૂડ ડિલિવરીનું કામ કરતા હતા.

કેતન અને સોનલ ખુબ જ સામાન્ય પરિસ્થિતિ વચ્ચે પોતાનું જીવન ખુશીથી જીવી રહ્યા હતા. પરંતુ અચાનક બંને પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સોનલને સાતેક મહિના પહેલા છાતીમાં દુખાવો થતા ખબર પડી કે, સોનલને ચોથા સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થયું છે. આ સાંભળીને કેતનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

હાલ સોનલના કેન્સરની સારવાર ચાલી રહી છે અને તેણે કીમિયો થેરાપીના 8 ડોઝ લીધા છે. ત્યારે કેતનભાઇની આર્થિક રીતે પણ ખુબ જ દયનીય થઈ ગઈ છે. તેથી તેઓ પોતાનું ફૂડ ડિલિવરીનું કામ છોડી શકે તેમ નથી. સોનલ ઘરે એટલી હતાશ ન થાય એટલે કેતન તેમને ફૂડ ડિલિવરી માટે સાથે લઈ જાય છે. આ રીતે બંને એક બીજાને હિંમત આપીને જીવન પસાર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *