વડોદરાના 50 મહિલા પોલીસકર્મી જાતે જમવાનું બનાવી દરરોજ 1200 થી વધુ જરૂરીયાતમંદોને રસોઇ બનાવી જમાડે છે

કોરોના સંક્રમણ વચ્ચે લોકડાઉનમાં ગુજરાતના વડોદરા શહેરમાં એક પોલીસ ઓફીસરે રસોઈ શરૂ કરી છે. તેના આ કાર્યને ખૂબ જ વખાણવામાં આવી રહ્યું છે. શહેરની મહિલા પોલીસ ડ્યૂટીની સાથે રોજ 1200 જરૂરિયાત મંદ લોકો માટે જમવાનું બનાવી રહી છે. લોકડાઉન ના પહેલા દિવસથી જ તેણે શરૂઆત કરી હતી.

આઇ.પી.એસ સરોજ કુમારીએ રસોઈ ની શરૂઆત કરી હતી. સરોજે આ યોજના બનાવી અને ભોજનની તૈયારી કરી હતી. સરોજ રાજસ્થાન ની ઝુંઝુનૂ ગામ માં રહે છે. સરોજ કુમારીએ જણાવ્યું કે, જમવાનું બનાવવા માટે અમે રાશન અને અન્ય વસ્તુઓ ખરીદતા હતા. પહેલા દિવસે લગભગ 550 લોકો માટે જમવાનું તૈયાર કર્યું. આ કામમાં તે ખૂદ મદદ કરતી હતી. જમવાનું પોલીસની ટીમ જ વહેચતી હતી.

ડ્યુટી પછી દરરોજ 50 મહિલા પોલીસકર્મી બનાવે છે જમવાનું

દરરોજ લગભગ 50 મહિલા પોલીસકર્મી એ.એસ.પી ની સાથે મળીને જમવાનું બનાવે છે. આઇ.પી.એસ સરોજ કુમારી ના ભાઈ અને ઝુંઝુનૂ ના ચિડાવા ગામ ના પ્રધાન રણધીર સિંહ એ જણાવ્યું કે, તેમની બહેનની પ્રશંસા આખા ગુજરાતમાં થઈ રહી છે. ડ્યુટી પછી બધી મહિલા પોલીસકર્મી 2 થી 3 કલાક નો સમય રસોઈ માટે ફાળવે છે .જે આખા દેશ માટે એક ઉદાહરણ છે. સેવાના કારણે જ સરોજ ને ‘વુમેન આઇકોન એવોર્ડ’ થી પણ સન્માનિત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *