દારૂ સંતાડવા રાજકોટના બૂટલેગરે એવો કીમિયો અપનાવ્યો કે, જોઇને પોલીસ પણ ખંજવાળવા લાગી માથું

રાજકોટ(ગુજરાત): ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ગુજરાતમાં અવારનવાર દારૂનો જથ્થો ઝડપાય છે. બૂટલેગરો પણ ગુજરાતમાં દારૂ લાવવા માટે અનેક નવા નવા કીમિયાઓ અપનાવે છે. તો પોલીસ પણ બૂટલેગરોના પ્લાન ઉપર પાણી ફેરવવા માટે સક્રિય હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી હતી. રાજકોટમાં બૂટલેગરના દારુ છૂપાવવાની રીત જોઈને પોલીસ પણ ચોકી ગઈ હતી. પોલીસે પાણીના ટાંકામાં રાખેલી અલગ અલગ બ્રાન્ડની દારીની બોટલો અને એક વ્યક્તિની અટકાયત કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે આરોપીના રહેણાંક મકાનમાં પાણીના ટાંકાની અંદર સંતાડી રાખેલ અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ – 34 જેની કિંમત 17000 રૂપિયા, એક મોબાઇલ તથા રોકડા 2600 રૂપિયા મળીને કુલ 20100  રૂપિયાના માલ સાથે એક આરીપીને ધડપકડ કરવામાં આવી છે. દારૂનો જથ્થો સંતાડનાર આરોપી જીતેન્દ્રભાઇ ઉફે રાધે ગોવિંદભાઇ મકવાણા અને હરેશ ટપુભાઇ બસીયાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

આ ઉપરાંત આરોપી અગાવ પણ દારૂની હેરાફેરીમાં પોલીસે પકડ્યો છે. આરોપી અગાવ આજીડેમ, શાપર વેરાવળ, થોરાળા તેમજ ડીસીબી પોલીસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *