નવા વર્ષની શરૂઆતમાં દારૂની હેરાફેરી કરી રહેલ કેટલાંક શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોય એવાં કેટલાંક સમાચાર સામે આવતા હોય છે. હાલમાં પણ રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લામાંથી આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે.
જોરાવરનગર પોલીસ દ્વારા રાજકોટ હાઇવે પરથી મળેલ માહિતીને આધારે વોચ ગોઠવીને દારૂથી ભરેલા પીકઅપ ડાલામાં સાથે ગીર સોમનાથના કુલ 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. કાર, દારૂ, મોબાઇલ સહિત કુલ 6 લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કરીને દારૂ મોકલનાર, મંગાવનાર સહિત 4 શખ્સોની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.
જોરાવરનગર PSI N.H.કુરેશી, હેમદીપ મારવણીયા સહિતનો પોલીસ સ્ટાફે વઢવાણ બાયપાસ રોડ પરથી દારૂથી ભરેલી કાર આવવાની હોવાની બાતમી મળી આવી ત્યારે સામેથી આવી રહેલ પીકઅપ ચાલકે કાર રાજકોટ હાઇવે પર ભગાડી દેતાં 1 કીમી સુધી પીછો કરીને ત્રિમંદીર નજીક આંતરી તપાસ કરતા કારમાં ચોરખાનુ બનાવી સંતાડેલી વિદેશી દારૂની કુલ 278 બોટલ કિંમત કુલ 86,000 હોવાનું જાણવા મળી રહ્યું છે.
દારૂ સાથે ગીર સોમનાથના નરોત્તમ ભગવાનદાસ લશ્કરી તથા ચંદ્રેશ ઉર્ફે ચંદુ રામભાઇ બાલચંદાણીને દારૂ અને કુલ 5 લાખ રૂપિયાની કાર તથા કુલ 15,000 ના 3 મોબાઇલ સહિત કુલ 6,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બન્ને શખ્સોએ રાજસ્થાન-હરીયાણા બોર્ડર પરથી પ્રદીપ થાલોર પાસેથી વિદેશી દારૂ ભર્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં રહેતાં વિજય ઉર્ફે ભીમો અગ્રાવતને પહોંચાડયો હોવાની કબૂલાત કરતા પોલીસે 4 લોકોની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બન્ને શખ્સો છેક રાજસ્થાન-હરીયાણા બોર્ડર પરથી કુલ 700 કીમીની સફર ખેડી આવતા જોરાવરનગરમાં પકડાઈ ગયા હતા.
જયારે હજુ કુલ 250 કીમીની મુસાફરી બાકી હતી. આ કાર્યવાહીમાં ચમનલાલ, સાહીલભાઇ સહિતનાઓ જોડાયા હતા. જ્યારે પાણશીણા પાસેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડી પાડવામાં આવી હતી. જેમાં કુલ 400 લીટર આથો જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ 800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle