પટના: બિહારના(Bihar) સહરસા જિલ્લાના(Saharsa District) નવહટ્ટા બ્લોક હેઠળના પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મહિલાને તેલ માલિશ કરતા પોલીસ અધિકારીનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ઈન્સ્પેક્ટર શશિભૂષણ સિન્હા (Shashibhushan Sinha) ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા છે, જ્યારે મહિલા તેને તેલ મસાજ કરાવી રહી છે.
View this post on Instagram
બિહાર પોલીસ (Bihar Police) હંમેશા પોતાના કારનામાને લઈને ચર્ચામાં રહે છે. પોલીસના ઘણાં બધા કામો અને સેવા ખુબ સારી હોય છે, પરંતુ એવા પણ ઘણા કિસ્સાઓ છે, જેના કારણે જવાબ આપવો મુશ્કેલ બની જાય છે. આવો જ એક કિસ્સો સહરસાના(Saharsa) દરહાર ઓપી પોલીસ સ્ટેશનમાંથી આવ્યો છે.
ये दृश्य बिहार के सहरसा के एक थाने का हैं और यहाँ मालिश करने वाली महिला थाने में अपने मामले की फ़रियाद लेके आयी थी और बदले में अब निलंबित थानेदार ने मालिश करवाया .@NitishKumar इस विभाग के मुखिया पिछले सोलह वर्षों से हैं @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/W4ZEGNmBSJ
— manish (@manishndtv) April 29, 2022
પોલીસસ્ટેશન ઓફિસર સ્ટેશનમાંજ ખૂબ આનંદ સાથે મહિલા પાસેથી મસાજ લેતા જોવા મળે છે. તેની સામેજ બીજી એક મહિલા ખુરશી પર બેઠી છે. પોલીસ સ્ટેશનમાં મસાજ લેવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જોકે સુત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો બે મહિના જૂનો છે.
બિહારમાં બનેલી ઘટનાની વિગતે માહિતી જણાવીએ કે મહિલા પોતાના પુત્રને જેલમાંથી છોડાવવા માટે પોલીસ સ્ટેશન પોહચી હતી. ત્યારે ત્યાં હાજર શશિભૂષણ સિન્હા કહે છે કે તે પુત્રને બચાવશે પણ હું કહું તેમ કર. પોલીસ સ્ટેશનના કહેવા પર લાચાર મહિલાએ મસાજ કરવાનું શરૂ કર્યું.
સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO), સદર, સંતોષ કુમારે વિડિયોની સત્યતાની પુષ્ટિ કરી અને કહ્યું કે ‘તેણે આ વીડિયો જોઈ લીધો છે. તેમણે કહ્યું કે તેમણે આ મામલાની તપાસ કરી છે અને તેનો રિપોર્ટ જિલ્લા એસપીને સુપરત કર્યો છે. 1 મિનિટ 4 સેકન્ડનો આ વીડિયો ખાકી પર ઘણા ગંભીર સવાલો ઉભા કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.