ભૂલ સામાન્ય નાગરિકોથી થાય કે પછી ઉચ્ચ અધિકારીઓ કે નેતાઓથી, ભૂલતો ભૂલ જ કહેવાય. પરંતુ ગુજરાત પોલીસ આ વાત ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદ (Ahmedabad ) રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર, લોકોને ચાલીને અને સાઇકલ ચલાવવાની મંજૂરી છે. પરંતુ એક પોલીસ અધિકારીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અમદાવાદ રિવરફ્રન્ટમાં કાર લઈને આવી પહોંચ્યા હતા. રિવરફ્રન્ટમાં કાર જોઈને, જાગૃત નાગરિકોએ રિવરફ્રન્ટ પર ગાડી ચલાવવાના ગુનામાં પોલીસ કર્મી પાસે દંડ વસુલાવ્યો હતો.
નિયમ અને કાયદાઓ બધા માટે સરખા જ છે. હવે તે સામાન્ય નાગરિક હોય, કે પછી ઉચ્ચ અધિકારી. કાયદા અને નિયમોનું પાલન બંનેએ કરવાનું હોય છે. પરંતુ ક્યારેક-ક્યારેક સંવિધાન ભૂલીને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરે છે. આવું જ કંઈક અમદાવાદ રિવરફ્રન્ટ પર બન્યું હતું. જ્યારે પોલીસ ઓફિસર કાર લઈને રિવરફ્રન્ટમાં ટહેલવા નીકળ્યા હતા.
રિવરફ્રન્ટમાં કાર લાવવાની મનાઈ હોવા છતાં, પોલીસ કર્મી કાર લઇને ફરતા હતા. તે સમયે ત્યાં હાજર નાગરિકોએ પોલીસ ઓફિસરનો વિરોધ કર્યો હતો અને 100 નંબર પર ફોન કરીને દંડિત કરાવ્યા હતા. કાયદા બધા માટે એક સમાન છે પરંતુ ક્યારેય ક્યારેય આ વાતો ભૂલી જાય છે અને પોતાના હોદ્દાનો દુર ઉપયોગ કરીને કાયદા વિરુદ્ધનું કાર્ય કરી બેસે છે. હાલ એક જાગૃત નાગરિક શું કરી અને કરાવી શકે છે તેનો જીવતો જાગતો દાખલો અમદાવાદ રિવરફ્રન્ટ પર બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.