જૂનાગઢ પોલીસ બેડામાં છવાયો માતમ- ચીકુની વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો કોન્સ્ટેબલનો મૃતદેહ

ગુજરાત(Gujarat): પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધાના સમાચાર સામે આવતા જુનાગઢ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો જુનાગઢ(Junagadh) પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ફરજ બજાવી રહેલા અને મોરબી તાલુકાના મેઘપર ગામના વતની કોન્સ્ટેબલ(Police Constable) બ્રિજેશ લાવડીયાએ કોઈ અગમ્ય કારણોસર વંથલી તાલુકાના શાપુર ગામની ચીકુની બાગમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, પીટીસી ખાતે એડીઆઇ તરીકે ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલનો ચીકુના ઝાડ પર લટકતો મૃતદેહ જોતા ત્યાંથી પસાર થઇ રહેલ એક વ્યક્તિએ ઘટનાની જાણ વંથલી પોલીસને કરવામાં આવી હતી અને વંથલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહને વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.

આ ઘટનાને લઈને ડીવાયએસપી કોડીયાતરએ જણાવતા કહ્યું હતું કે, મૃતદેહની જાણવંથલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ કરવામાં આવતા મૃતદેહ આજુબાજુમાં કોઈપણ સુસાઇડ નોટ મળી આવી ન હતી. હાલ તો વંથલી પોલીસ દ્વારા કોન્સ્ટેબલને ગળેફાંસો ખાઈ આપઘાત કરવા બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.

તો બીજી બાજુ પરિવાર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશ લાવડીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવા માટે માંગ કરવામાં આવી હતી. જેથી મૃતદેહને જામનગર ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ક્યા કારણોસર કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે તે સમગ્ર હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે તેવું ડીવાયએસપી કોડિયાતરે જણાવતા કહ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *