ધો.12 બોર્ડની પરીક્ષા આપવા નીકળેલી દીકરીનો કોથળામાંથી મળ્યો મૃતદેહ- દીકરી સાથે જે થયું… જાણી રુવાડા બેઠા થઇ જશે

ગુજરાત(Gujarat): મહિસાગર(Mahisagar) જિલ્લાના કારંટા ગામમાં તારીખ 18 માર્ચના રોજ ભરાયેલા ઉર્સના મેળામાં પરિવાર સાથે ગયેલી ધોરણ 12ની પરિક્ષા આપી રહેલી વિદ્યાર્થીની વાવાઝોડા સાથે પડેલા ધોધમાર વરસાદ(Heavy Rain) દરમિયાન રહસ્યમય રીતે ગૂમ થઇ ગઇ હતી. આ દરમિયાન તેની ક્રૂર રીતે હત્યા કરવામાં આવેલી લાશ એક પેક કરેલા કોથળામાંથી મહિ નદી(Mahi River)માંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ધોરણ 12ની વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચરીને શું હત્યા(Murder) કરવામાં આવી છે? ત્યારે આ અંગેની હકીકત જાણવા માટે મહિસાગર પોલીસ(Mahisagar Police) દ્વારા વડોદરા સયાજી હોસ્પિટલ(Vadodara Sayaji Hospital)માં પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થીનીના પરિવારજનો અને સમાજ દ્વારા દીકરીના ન્યાયને લઈને માંગણી કરવામાં આવી છે. પરિવાર દ્વારા મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે અને કીધું છે કે, જયાં સુધી આરોપીઓ પકડાય નહીં. ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર નહીં કરે. યુવતીનો મૃતદેહ સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમા રાખવામાં આવ્યો છે. મહત્વનું છે કે, મોડી રાત સુધી પોલીસ અને પરિવારજનો વચ્ચે વાતચીત ચાલી હતી.

સમગ્ર મહિસાગર જિલ્લામાં ચકચાર મચાવી મૂકનાર આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર, મહિસાગર જિલ્લાના નાના ખાનપુર ગામના ચમારવાસમાં ચંદ્રીકા વિનોદભાઇ પરમાર (ઉં.વ.19) પરિવાર સાથે રહેતી હતી અને હાલમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી બોર્ડની પરિક્ષા આપી રહી હતી. દીકરી બે પેપર આપી ચૂકી હતી અને બાકીની પરીક્ષાના પેપરની તૈયારી કરી રહી હતી.

મહત્વનું છે કે, પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ નાના ખાનપુર ગામની પાસે આવેલા કારંટા ગામમાં મહિ નદીના કિનારે દરગાહ ઉપર ઉર્સનો મેળો ભરાયો હતો. આ ઉર્સના મેળામાં આજુબાજુના ગામના લોકો મોટા પ્રમાણમાં જતા હોય છે. આ વખતે પણ નાના ખાનપુર ગામની ચંદ્રીકા પરમાર તેમજ પરિવારના દસ જેટલા લોકો તારીખ 18 માર્ચના રોજ સાંજના સમયે ઉર્સના મેળાનો આનંદ માણવા માટે ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, વાવાઝોડા સાથે વરસેલા ધોધમાર વરસાદને કારણે ચંદ્રીકા અને તેનો પરિવાર છુટા પડી ગયા હતા. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે વીજળી પણ ગૂલ થઇ ગઇ હતી. ધોધમાર ખાબકી રહેલા વરસાદમાં અંધારાને ચીરતી માત્ર આકાશમાં વીજળી જ દેખાઈ રહી હતી અને જોતજોતામાં મેળામાં સન્નાટો છવાઈ ગયો હતો.

આ દરમિયાન છુટા પડી ગયેલા ચંદ્રિકાના પરિવારજનો તો ભેગા થઇ ગયા હતા. પણ, વિધાર્થીની ચંદ્રિકાનો કોઇ પત્તો મળ્યો ન હતો. કલાકો સુધી શોધવા છતાં, ચંદ્રિકાની કોઇ પત્તો ન મળતા પરિવારજનો પરત નાના ખાનપુર ગામે આવ્યા હતા અને ખાનપુર પોલીસ મથકમાં ચંદ્રીકા ગૂમ થયાની અરજી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા પરિવારની અરજીને ગંભરતાથી લઇ સમગ્ર મહિસાગર જિલ્લા પોલીસ ઉપરાંત, ગોધરા, દાહોદ, વડોદરા, અરવલ્લી, આણંદ સહિત મધ્ય ગુજરાતના પોલીસ સ્ટેશનમાં ગૂમ થયેલી ચંદ્રીકાના ફોટા મોકલી આપવામાં આવ્યા હતા.

વાત કરવામાં આવે તો તારીખ 21મીના રોજ સાંજના સમય દરમિયાન ખાનપુર પોલીસને કારંટા ગામ નજીકથી પસાર થતી મહિસાગર નદીમાંથી કોથળામાં પેક કરેલી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા તરત જ ગૂમ થયેલી ચંદ્રિકાના પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા અને મૃતદેહ બતાવવામાં આવ્યો હતો. પરિવારજનોએ ચંદ્રિકાનો મૃતદેહ હોવાનું જણાવતા પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *