બનાસકાંઠા(Banaskantha): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. એવામાં વધુ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં પોલીસ બેડા (Police force)માં ખળભળાટ મચાવતો એક બનાવ બન્યો છે. જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલે(Police constable) પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કાંકરેજ(Kankraj) તાલુકાના થરા પોલીસ મથક (Thara Police Station)ના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે.
પોલીસકર્મીએ શા માટે આપઘાત કરી લીધો છે તેની કોઈ વિગત હાલ સામે આવી નથી. આ અંગે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ પોલીસ કોન્સ્ટેબલ ચેખલા ગામના રહેવાસી છે. તેઓ જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમનું નામ બાબરાજી રાઠોડ છે. તેમણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
મળતી માહિતી અનુસાર, બાબરાજી રાત્રે ફરજ પર હતા. રાત્રે ફરજ પરથી પરત ફરીને ઘરે પરત ફર્યાં બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં હેડ કોન્સ્ટેબલે શા માટે આપઘાત કર્યો છે તેની કોઈ માહિતી જોવા મળી નથી. હાલ પોલીસ દ્વારા એ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.