આજકાલ સ્કીમના નામે મોટે ભાગે છેતરપીંડીનો ભોગ બનતા જોવા મળે છે. ત્યારે અમદાવાદમાં(Ahmedabad) પણ છેતરપિંડીના ગુનાઓ વધી રહ્યાં છે. તેટલું જ નહિ શહેરમાં નાગરીકોની સાથે સાથે હવે પોલીસ પણ છેતરપિંડીનો ભોગ બની રહી છે. પોલીસ કમિશનર(Commissioner of Police) ઓફિસ ખાતે જ જઇને પોલીસ કર્મી અને તેની પત્ની પાસેથી ઇન્વેસ્ટમેન્ટના(Investment) નામે 30 લાખની ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર રીલીફ રોડ પર કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ પીએમએસ કંપનીમાં રોકાણ કરી દર મહિને 2 થી 3 ટકા વ્યાજ મેળવો તેમ કહીને લાખો રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હતી. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાંચ ખાતે ગુનો નોધાયો હતો. આરોપી પોલીસ કમિશનર ઓફિસ ખાતે આવેલા પોલીસ એકાઉન્ટનું ટીડીએસનું કામ સંભાળતા હોવાનુ જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ અસ્મીતાબેન જયસુખભાઇ કાછડીયા અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી ગોકુલેશ રેસીડેન્સીમાં પોતાના પરિવાર સાથે રહે છે. અસ્તીતાબેન પોતે જીએસસી બેંક વસ્ત્રાલ બ્રાંચમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેમના પતિ જયસુખભાઇ અમદાવાદ શહેરમાં પોલીસ કન્ટ્રોલ રુમ ખાતે એએસઆઇ તરીકે ફરજ બજાવે છે. અમદાવાદ પોલીસ કમિશ્નર ઓફિસે ટીડીએસનુ કામ સંભાળતા રીશી કારોલિયા અને તેમના મામા પ્રફુલ વૈષ્ણવ રીલીફ રોડ ઇલોરા કોમર્શીયલ સેન્ટર ખાતે કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ પીએમએસ કંપની શરુ કરી હતી. જાણવા મળ્યું છે કે, કંપનીમાં પુજા શાહ પણ પોલીસ કમીશનર ઓફિસે ટીડીએસનુ કામ સંભાળતા હોવાથી ત્યા આવતા જતાં હતા.
તે દરમિયાનમાં પોલીસ કમિશનર આફિસ ખાતે જયસુખભાઇને મળ્યા હતા અને પોતાની કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ પીએમએસ કંપનીની ગેરેન્ટેડ રીટર્ન અંગેની સ્કીમ સમજાવી હતી. તેમની કંપની શેરમાર્કેટમાં ઇન્વેસ્ટ કરતી હોવાથી સારુ રિટર્ન મળવાની વાત કરી હતી અને મહિને 2 થી 3 ટકા વ્યાજ આપવાની વાત કરી હતી. બાદમાં અસ્મીતાબેન અને તેમના પતિના કહેવાથી કંપનીની ઓફિસ પર આ સ્કીમ સમજવા માટે ગયા હતા. આમ અસ્મીતાબેન અને તેમના પતિએ મળી કુલ રુપિયા 30 લાખનું રોકાણ કર્યું હતુ. સામે આ કંપનીએ ટુકડે ટુકડે 4.51 લાખ વ્યાજ આપ્યું હતુ.
ગત મે 2021થી ગેરન્ટેડ મળતું વ્યાજ અસ્મીતાબેનને મળતુ બંધ થઇ ગયુ હતુ જેથી તેઓ અવારનવાર રીશી અને પુજાને મળ્યા હતા પરંતુ બંને આ અંગે અલગ અલગ બહાના બતાવતા હતા. છેવટે તો પણ નાણા પરત ન આપતા આ અંગે ક્રાઇમ બ્રાચના આર્થીક ગુના નિવારણ શાખામાં નિર્ણયનગર રહેતા રીથી કારોલિયા અને ચાંદલોડિયા ખાતે રહેતા પુજાબેને અસીતભાઇ શાહ સામે ફરિયાદ નોધાવી હતી.
મળતી માહિતી અનુસાર આરોપી રીષી અને પુજા શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જ પોલીસ વિભાગના એકાઉન્ટનું ટીડીએસનું કામ સંભાળતા હોવાથી અનેક પોલીસ કર્મીઓ ઓફિસમાં કામ કરતો અન્ય સ્ટાફ સહિત અનેક પોલીસ અધિકારીઓ આ લોકોના સંપર્કમાં હતા. જેથી અનેક પોલીસકર્મીઓ આ પોન્જી સ્કિમમાં પોતાના નાણા સેટ કર્યા હતા અનેક પોલીસ કર્મીઓએ રોકડ નાણા આપ્યા હોવાથી તેઓ તો બહાર પણ પોતાની રકમ પાડી રહ્યા નથી. તેવામાં પોલીસ અધિકારીઓ ફસાયા છે પરંતુ ઇજ્જત જવાના ડરે તેઓ પોતાના નામ બહાર પાડી રહ્યા નથી. તેવામાં પોલીસ કમિશનર ઓફિસમાં જ આવી છેતરપીંડીનો ભોગ બનતા ઉચ્ચ અધિકારીઓની છબી ખરડાઇ છે.
એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, આ કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ પીએમએસ કંપની આરોપી રીષી અને તેના મામા પ્રફુલ વૈષ્ણવે શરુ કરી હતી. રીષી અને પુજાએ પોતાની વાતોમાં અનેક લોકોને ફસાવ્યા હોવાનુ પોલીસ માની રહી છે.લોકોએ આ કંપનીમાં લાખો રુપિયાનું રોકાણ કર્યું હતુ. જોકે કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ પીએમએસ કંપનીના સંચાલક વૈષ્ણવને કોરોના થયા બાદ તેમનુ મોત નિપજ્યું હતુ. તે પછીથી જ આ છેતરપીંડી ચાલુ થાય હતી તેવું જાણવા મળ્યું છે.
ત્યારે જ પાટણ ખાતે રહેતા રેખાબેન વિક્રમભાઇ રાવલને પણ આ સ્કીમમાં રોકાણ કરવાની વાત કરીને તેમના પાસેથી પણ 3.50 લાખ લઇ લીધા હતા અને તે પરત આપ્યા ન હતા. આ જ રીતે લાખો લોકોને ફસાવી તેઓના પૈસા પડાવ્યા હોવાનું જણાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.