ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના રહીશોએ એકત્રિત થઈને બેનર લગાડીને વિરોધ નોંધાવ્યો હતો. રહીશોએ પોતાના વિસ્તારમાં કોઇ પણ રાજકીય પક્ષે મત માંગવા ન આવવા માટે બેનર લગાડી દીધા છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ છેલ્લા 5 વર્ષમાં આશાપુરી સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. ચૂંટણી સમયે રાજકીય નેતાઓ પ્રાથમિક સુવિધા આપવા ના વચનો આપે છે. પરંતુ ચૂંટણી પરિણામ આવી ગયા બાદ કોઇ નેતા પ્રજાના કાર્ય કરવા માટે આવતા નથી.
વોર્ડ નંબર 24 સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. સ્વચ્છતાને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેના કારણે બાળકો અને વડીલો રોગોથી પીડાતા હોય છે. વોર્ડ નંબર 24 રંગોલી ઉધના જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં પણ પરપ્રાંતીયોની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. વારંવાર રજૂઆત છતાં વહીવટી તંત્રના અધિકારીઓ પણ આ વિસ્તારમાં કામગીરીને લઇને ઉદાસીન જણાતા હોય છે.
સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો કે, ચૂંટણી આવે ત્યારે જ આ નેતાઓ અલગ અલગ વિસ્તારોમાં જઈને મત માંગતા હોય છે અને પાંચ વર્ષ દરમિયાન સેવા કરવાનું વચન આપે છે. આ વખતે સોસાયટીના રહીશોએ નક્કી કર્યું છે કે, તેમના વિસ્તારને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખ્યા હતા. જેથી અમે મતદાનનો બહિષ્કાર કરીશું. માત્ર સ્વચ્છતા જ નહીં પાણી, ગટર અને રસ્તાની પણ આ જ સ્થિતિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle