Pomegranate Cultivation: સાબરકાંઠા જીલ્લામાં ખેડૂતો ફળફળાદીની ખેતી કરતા થયા છે, ત્યારે દાડમનું વાવેતર(Pomegranate Cultivation) કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ દાડમમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે. સાબરકાંઠા જીલ્લામાં અઢી સોથી ત્રણ સો હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ તો દાડમના વાવેતરમાં 50થી 55 હજાર ખર્ચ થાય છે અને તેની સામે અઢીથી ત્રણ લાખનું ઉત્પાદન પણ મળે છે. જેના કારણે ખેડૂતો બાગાયતી ખેતી દાડમ તરફ વળ્યા છે અને ખેતી કરી રહ્યા છે.
સુકારો અને તેલીયાનો રોગ સામે આવ્યો
અન્ય તાલુકાઓમાં દાડમનું નવું વાવેતર પણ શરૂ થયુ છે જેને લઈ ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે.આમ તો દાડમનું વાવેતર મહેનતવાળું હોય છે તો સાથે ખેતીમાં કાળજી પણ રાખવી પડે છે અને મજુરી પણ વધુ છે. જેથી ખેડૂતો વાવેતર બંધ કરી રહ્યા છે. શરૂઆતના સમયમાં ખેડૂતોએ કટકા કલમથી વાવેતર કર્યું હતું. તેના કારણે સુકારો અને તેલીયાનો રોગ સામે આવ્યો છે.
દાડમનું વાવેતર મહેનતવાળું હોય છે
આમ તો દાડમનું વાવેતર મહેનતવાળું હોય છે તો સાથે ખેતીમાં કાળજી પણ રાખવી પડે છે અને મજુરી પણ વધુ છે. જેથી ખેડૂતો વાવેતર બંધ કરી રહ્યા છે. શરૂઆતના સમયમાં ખેડૂતોએ કટકા કલમથી વાવેતર કર્યું હતું. તેના કારણે સુકારો અને તેલીયાનો રોગ સામે આવ્યો છે.સાથે સાથે દાડમનું નવું વાવેતર પણ વધુ છે. ઈડર તાલુકા સહિત અન્ય વિસ્તારમાં ખેડૂતો દાડમની ખેતી તરફ વળ્યા છે અને લાખોની કમાણી કરી રહ્યા છે.
આમ તો દાડમ વધુ આવક આપતી ખેતી છે જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાની કમાણી થાય છે તો સામે આ ખેતીમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ પણ વળ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App