ગુજરાત સરકાર પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાનને વિકસાવશે- મુખ્યમંત્રીએ કર્યું ખાતમુહૂર્ત

બ્રહ્મલીન વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ ગામે ગુજરાત સરકાર દ્વારા પ્રસાદી તળાવનું સૌંદર્ય કરણ નું મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું…

બ્રહ્મલીન વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ ગામે ગુજરાત સરકાર દ્વારા પ્રસાદી તળાવનું સૌંદર્ય કરણ નું મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ BAPS સંસ્થાના સદગુરુ સંત પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી જી તથા વિદ્વાન સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી ના વરદ હસ્તે તેમજ શ્રી નરહરિભાઈ અમીન (ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય આયોજન પંચ), શ્રી જવાહરભાઈ ચાવડા (પ્રવાસન મંત્રી ગુજરાત રાજ્ય), શ્રી યોગેશભાઈ પટેલ (રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ગુજરાત રાજ્ય) ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

આ પ્રસંગે શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ (પ્રદેશ મહામંત્રી શ્રી ગુજરાત ભાજપા), શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ (પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત ભાજપા), શ્રી કેતનભાઈ ઈનામદાર (ધારાસભ્યશ્રી ), શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા (ધારાસભ્યશ્રી) તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો હરિભક્તો તેમજ ગ્રામજનો તથા વડોદરા શહેર -જિલ્લા ભાજપ ના કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

પાદરા તાલુકાના ચાણસદ ગામે આવેલ પ્રસાદી તળાવનું બ્યુટીફિકેશન કરવા માટે સરકારે નિર્ધાર કર્યો છે. જે અનુસંધાને ચાણસદ ગામે સરકારની ગ્રાન્ટમાંથી રૂપિયા 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તે માટે નો ખાતમુહૂર્ત પ્રસંગ ચાણસદ ખાતે આજરોજ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રમુખસ્વામી જ્યાં સ્નાન કરતા હતા તે તળાવનું બ્યુટીફિકેશન નું ખાતમુરત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાત પવિત્ર યાત્રાધામ અને પ્રવાસના વિકાસ માટે દેશમાં દીવાદાંડી બનશે. પવિત્ર યાત્રાધામ વિકાસ આયોજનમાં ચાણસદ અને વડતાલ નો સમાવેશ થાય છે. ચાણસદ ને વિશ્વના નકશા મુકવા માટે ગુજરાત સરકાર તત્પર અને સંકલ્પબદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *