દેશમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં છે. એક્સપર્ટની વાત માનીએ તો ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધતા મોતોનો આંકડો ચીનના વુહાન સાથે સીધો જોડાયેલો છે. ગુજરાતના બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (બીજીઆરસી)ના નિર્દેશક જેસી જોશીએ જણાવ્યું કે, અમે કોરોનાના સંરચનાની ડીકોડિંગ કરી છે. તેમાં અમને ત્રણ મ્યૂટેશન મળ્યા છે. એટલે ત્રણ અલગ-અલગ પ્રકારના કોરોના વાયરસના સ્ટ્રેન છે.
જોશીએ જણાવ્યું કે, ગુજરાતમાં ફેલાયેલો વાયરસ એલ-સ્ટ્રેન હોઇ હોવાની સંમભાવના છે. આ જ પ્રકારનો કોરોના વાયરસ ચીનના વુહાન શહેરમાં ફેલાયો હતો. જેના કારણે વુહાનમાં વધારે લોકો મર્યા. હવે ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ છે. એલ સ્ટ્રેન કોરોના વાયરસના કારણે જ અત્યાર સુધી 150થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. અહીં પણ વુહાનવાળા વાયરસ હોવાની આશંકા છે.
એલ-સ્ટ્રેન કોરોના વાયરસ શું છે?
હાલમાં દેશમાં કોરોના વાયરસના ત્રણ સ્ટ્રેન મળ્યા છે. જેમાંથી બે સ્ટ્રેન ઘાતક છે. એલ-સ્ટ્રેન અને એસ-સ્ટ્રેન ઘાતક છે. વુહાનથી આવેલ વાયરસ એલ-સ્ટ્રેન છે. આનાથી જે વ્યક્તિ બિમાર થાય છે, તેના મોતની આશંકા વધારે રહે છે. એસ-સ્ટ્રેનનો વાયરસ એલ-સ્ટ્રેનના મ્યૂટેશનથી જ બનેલું છે. આ ઓછું ઘાતક છે.
ગુજરાતમાં વધુ મૃત્યુ થવાનું કારણ
ગુજરાતમાં મોટા ભાગના લોકો અમેરિકાથી આવ્યા છે. અમેરિકામાં એલ-સ્ટ્રેન કોરોના વાયરસ ફેલાયો છે. તેથી ગુજરાતમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા વધારે છે. ભારતમાં ચીન, યૂરોપ અને અમેરિકાના સ્ટ્રેન આવ્યા છે. યૂરોપમાં ફેલાયેલો વાયરસ અમેરિકાથી થોડો ઓછો ઘાતક હોવાના રિપોર્ટ કહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news