પોરબંદરના દરિયામાંથી મળ્યો ઝેરી કેમિકલ ભરેલો કેરબો- ઘરે આવીને 7થી વધુ માછીમારો ગટગટાવી ગયા, 2 ના મોત

2 fishermen die after drinking toxic chemicals: રાજ્યમાં આજે વધુ એક ઝેરી કેમિકલ પીવાની ઘટના સામે આવી રહી છે. પોરબંદરમાં ઝેરી કેમિકલ પીવાથી 2 માછીમારના મોત થયાં છે તેમજ સાતથી વધુ લોકો સારવાર ચાલી રહી છે. સમુદ્રમાં જયારે(2 fishermen die after drinking toxic chemicals) માછલી પકડી રહ્યા હતા ત્યારે કેમિકલ ભરેલો કેરબો મળ્યો હતો. જેમાંથી આઠથી દસ લોકોએ કેમિકલ પીધો હોવાની ઘટના સામે આવી રહી છે.

લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ હતી
ઝેરી કેમિકલના કેરબામાંથી 7થી વધુ માછીમારોએ કેમિકલ પી લેતા તેમની હાલત ગંભીર થઈ ગયી છે. ઝેરી કેમિકલ પી લેતા આ લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ રહી હતી જે બાદ હોસ્પિટલમાં જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે ઝેરી કેમિકલ ક્યાંથી આવ્યો અને કેટલા લોકોએ પીધું હતું તે દિશામાં પોલીસે તપાસ કરી રહ્યું છે.

સમગ્ર મામલે પોલીસની તપાસ તેજ
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં અત્યારે તમામ નાની હોડીઓમાં સર્ચની કામગીરી હાથ ધરી છે તેમજ સાવચેતીના ભાગરૂપે સુભાષનગરના લોકોની પૂછપરછ પણ શરુ કરી દેવામાં આવી છે. કેમિકલની તપાસ માટે FSLમાં મોકલાયું છે. જો કે, FSLનો રિપોર્ટ આવ્ચા બાદ જ હકીકત બહાર આવશે તેવું જણવા મળ્યું હતું.

સારવાર લઈ રહેલા દર્દીના નામ
રવી ભીમજી કિશોર, ઉ.વ 31 (સુભાષનગર),વિજય હરજી સલેટ, ઉ.વ 35 (સુભાષનગર),કિશોર લાલજી ચામડિયા, ઉ.વ 41 (સુભાષનગર),વિજેશ ચીના પવનીયા, ઉ.વ 49 (સુભાષનગર),જયેશ હરજી ચામડીયા, ઉ.વ 32 (સુભાષનગર),મુકેશ હીરા જેબર, ઉ.વ 47 (સુભાષનગર),ભીખુ છગન ચૌહાણ, ઉ.વ 47 (સુભાષનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *