તથ્ય પટેલની જેમ વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત- બેફામ કાર ચલાવીને રસ્તે જતા યુવકને ફૂટબોલના દડાની જેમ હવામાં ફંગોળ્યો

Accident in Chotaudepur, Vadodara: અમદાવાદ શહેરની જેમ હવે વડોદરામાંથી પણ આવી એક ઘટના પ્રકાસમાં આવી છે. વડોદરાના છોટાઉદેપુર શહેરમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર પાસે રોડ ઉપર ફૂલ સ્પીડમાં આવતી ટાટા ઇન્ડિકા કારે રસ્તે ચાલતા યુવાનને ટક્કર મારી હવામાં ફંગોળી દીધો હતો.(Accident in Chotaudepur, Vadodara) વડોદરાનો યુવાન હર્ષદ ગોકુળ મારવાડી પોતાના સબંધીને ત્યાં રહેવા આવ્યો હતો. જે વૃંદાવન સોસાયટી પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટર પાસેથી ચાલીને જતો હતો. જે સમયે અચાનક પાછળથી ઇન્ડિકા કાર ફૂલ ઝડપે આવતી હોય તેણે યુવાનને ફુટબોલની જેમ હવામાં ફંગોળી દીધો હતો. જ્યારે રસ્તાની સાઈડે ઉભેલી બાઈકનો ખુરદો બોલાવી દીધો હતો.

યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
આ અકસ્માતની સમગ્ર ઘટના ત્યાં મુકેલા CCTV કેમેરામાં કેદ થયા હતા.હર્ષદ મારવાડીને ગભીર હાલતમાં એમ્બ્યુલન્સની મદદથી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે હર્ષદને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે વધુ સારવાર માટે વડોદરા ખાતે સિફત કરવામાં આવ્યો છે.છોટાઉદેપુર જેવા નાના નગરમાં પણ બેફામ કાર ચલાવતા ચાલકોના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે.

અત્રે ઉલેખનીય છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હકાનાર તથ્ય પટેલે પણ ભીડને અડફેટે લેતા 9 લોકોના મોત થઈ ગયા હતા, જે પછી રાજ્યભરમાં આ રીતે બેફાન વાહન ચલવનાર લોકો સામે લોકોમાં ખુબ રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવે છોટા ઉદેપુરમાં પણ બેફામ વાહન ચાલકો રસ્તે જતા લોકોને અડફેટે લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *