કોરોના સંક્રમણને રોકવા માટે આખા દેશમાં lockdown ચાલી રહ્યું છે અને પોલીસ કર્મીઓ દ્વારા કડકાઇથી પાલન કરાવવામાં આવી રહ્યું છે.એવામાં મધ્યપ્રદેશના ઈંદોરમાં એક અન્ય યુવકને કરોડોની પોર્શ કાર લઈને રોડ પર નીકળવું ભારે પડી ગયું છે.સુરક્ષાકર્મીઓએ લક્ઝરી કાર ને ચલાવનાર યુવકને રોડ વચ્ચે ઉઠક-બેઠક કરવાની સજા આપી તેનો વિડીયો હવે વાયરલ થઇ રહ્યો છે.
મધ્યપ્રદેશ પણ કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત છે.એટલા માટે ત્યાં પોલીસ કર્મીઓ કડકાઈથી લોકો પાસે lockdown પાલન કરાવી રહ્યા છે.જ્યારે ઇન્દોર શહેરમાં શહેર સુરક્ષા પરિષદના સભ્યો ડ્યુટી પર હાજર હતા તે દરમિયાન જ ત્યાંથી એક મોંઘી અને લક્ઝરી કાર પસાર થઇ રહી હતી. તેમણે તરત જ તેને રોકી અને ચાલકને બહાર ફરવાનું કારણ પૂછયું.
joyride in a high-end Porsche convertible car amid the #coronavirus #lockdown in Indore ended in doing sit ups #Covid_19 @ndtv #coronavirus #LockdownQuestions pic.twitter.com/mK5tImJYqJ
— Anurag Dwary (@Anurag_Dwary) April 26, 2020
જ્યારે કારમાં બેઠેલો યુવક તેનો યોગ્ય જવાબ ન આપી શક્યો તો ફરજ પર હાજર રહેલા જવાનોને તેણે ઉઠક-બેઠક કરવાની સજા આપી. યુવકે પહેલા તો એવું કરવાની ના પાડી દીધી.પરંતુ જ્યારે સુરક્ષાકર્મીઓએ કડકાઈ સાથે કહ્યું કે તમે વીઆઈપી લોકો હશો પરંતુ તમારે આવું કરવું પડશે તો યુવક રોડ વચ્ચે જ ઉઠક બેઠક કરવા લાગ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક ઇન્દોરના કોઈ મોટા કારોબારીનો દીકરો છે.
હવે આ વિડીયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.તેના પર ભાત ભાતની કમેન્ટ આવી રહી છે.લોકો તેના પર શિખામણ પણ આપી રહ્યાં છે. તો ઘણા લોકો તેના મજેદાર memes બનાવી શેર પણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news