જો તમે પણ ભારે-ભરખમ અને એક જ જગ્યા પર રહેનારા એરકન્ડીશનર (એસી) હેરાન છો. તે તમારા માટે ઇલેક્ટ્રોનિક કંપની Sonyએ મોબાઇલથી પણ નાનું એસી તૈયાર કર્યું છે. સોનીના આ પોર્ટેબલ એસીનું નામ Reon Pocket છે. જેને કોઇપણ કપડાની અંદરની ફીટ કરી શકાય છે. જેમાં ઠંડી હવા માટે એક પેનલ છે. આ ઉપરાંત આ એસી બેટરીથી ચાલે છે. અને તાપમાનને સ્માર્ટફોનના બ્લૂટૂથથી કંટ્રોલ કરી શકાય છે. સોનીના આ પોર્ટેબલ એસીનો બેટરી બેકઅપ 90 મિનિટનો છે. અને તેને ફુલ ચાર્જિંગ માટે 2 કલાકનો સમયગાળો લાગે છે.
પરંતુ આ એસીને યૂઝ કરવા માટે એક ખાસ પ્રકારના ‘અંદરના કપડા’ પહેરવા પડશે જે સ્મોલ, મીડિયમ અને લાર્જ સાઇઝમાં ઉપલબ્ધ હશે. પરંતુ હજુ સુધી આ કપડા માત્ર પુરુષો માટે જ તૈયાર કરવામાં આવ્યા છે.
પોકેટ સાઇઝના આ ડિવાઇસને નાની બેગમાં રાખી શકાય છે કે પીઠ પર અને ગળાની પાસે પણ પહેરી શકાય છે. જરૂરિયાત મુજબથી એક એપ્લીકેશન દ્વારા તેને કન્ટ્રોલ કરી શકાય છે. તેમાં એક એલીમેન્ટ લાગેલું હશે જે ઠંડું કે ગરમ થઈ શકશે.
આ પ્રકારના એલીમેન્ટ્સનો પ્રયોગ મોટાભાગે કાર કે વાઇન કૂલર્સમાં કરવામાં આવે છે કારણ કે તે ઓછો પાવર અને એનર્જી યૂઝ કરે છે. આ એલીમેન્ટના કારણે ડિવાઇસ નવી વિકસીત ટેકનીકનો પ્રયોગ કરે છે જેના કારણે તેને પહેરી શકાય છે. આ એસીની કિંમત 8990 રૂપિયા છે. તેને ફિટ કરવા માટે અંદર પહેરવાના કપડાની કિંમત લગભગ 12 હજાર રૂપિયા છે. જોકે, હજુ આ ડિવાઇસ માત્ર જાપાનમાં ઉપલબ્ધ છે.