હાલ કોરોના સામે લડવામાં દુનિયા એકજુથ થઇ ગઈ છે. લોકો અત્યારે દરેક નાની નાની વાતોનું પણ ધ્યાન રાખી રહ્યા છે,પણ શાકભાજીવાળા પાસે શાકભાજી ખરીદતી વખતે લોકો અજાણ રહે છે. ઘણા વિસ્તારોમાં કેસો વધવાનું કારણ શાકભાજીવાળા બન્યા હતા, એ તમે પણ જાણતા હશો. (DEMO PIC)
ત્યારે અમદાવાદ શહેરનાં હાટકેશ્વર વિસ્તારનાં ભાઈપુરાનાં હરિપુરા વોર્ડમાં એક સાથે 21થી પણ વધુ શાકભાજી ફેરીયાવાળાને પોઝિટીવ આવતા તંત્રમાં અને લોકોમાં ભારે ખળભળાટ મચ્યો છે, આ સમગ્ર ઘટના મામલે ગંભીરતા જોતા તંત્રનાં ઉચ્ચ અધિકારીઓ પોલિસ કાફલા સાથે હરિપુરા ખાતે તમામને ક્વોરન્ટાઈન કરી ને બસો મારફતે તેમના પરિવારોને લઈ જવા તજવીજ હાથ ધરી હતી.
તંત્રએ સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરીને સંપૂર્ણ વિસ્તારને બ્લોક કર્યો, સાથે સાથે રસ્તાઓ પર બેરીકેડ મૂકીને કોર્ડન કરીને નાગરીકોને ઘરની બહાર ના નિકળવાની સૂચના પણ આપવામાં આવી હતી. તંત્રએ સેનેટાઈઝ કરી ને આખા વિસ્તાર ને બ્લોક કર્યો છે. મામલાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાનું હોટસ્પોટ અમદાવાદ શહેર બન્યું છે. રાજ્યમાં વધતા જતા કેસોમાં અમદાવાદ સૌથી વધુ આગળ છે. ગુજરાત રાજ્યમાં આજે વધુ 376 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધારે છે તો મોત પણ અત્યાર સુધીના 29 થયા છે. જે પણ અત્યાર સુધીના સૌથી વધુ છે. રાજ્યમાં 6000 કેસો પર પહોંચવા આવ્યું છે તો અમદાવાદમાં કેસો 4000ને પાર કરી ગયો છે.(DEMO PIC)
ગુજરાત રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. રાજ્યમાં છેલ્લા6 દિવસોમાં કોરોના સંક્રમિતોનો આંક 2000થી વધુ એટલે કે કુલ 2030 જેટલા કેસ નોંધાયા છે. જેમાંના 1533 કેસ તો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા છે. એટલે કે 75.71 ટકા કેસો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોના સંક્રમિતોનો કુલ આંક 5804 થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news