સામાન્ય રીતે મહિલાઓ મોલમાં સોપિંગ કરતી જોવા મળે છે. મહિલાઓ કપડા ખરીદતી વખતે કોઈ પણ સાવધાની વર્તતી નથી, અને ટ્રાયલ રૂમમાં જોયા વગર જ પોતે પોતાનું કામ કરે છે. પરંતુ હાલના સમયમાં ઘણી દુકાનોની ટ્રાયલ રૂમમાં છુપી રીતે કેમેરા મુકેલા હોય છે. અને પછી મહિલાને દુકાનદાર બ્લેકમેલ કરીને રૂપિયા પડાવે છે. તો ચાલો જાણીએ કે આપડે કેવી સાવધાની વર્તવી જોઈએ ?
આજકાલ શોપિંગ સ્ટોરના ટ્રાયલરૂમમાં ખોટી રીતે વીડિયો ક્લિપ બની રહી છે. રોજ સમાચારોમાં આ પ્રકારની ઘટના સામે આવે છે. આ રીતે યુવતીઓની વીડિયો ક્લિપ બનાવીને તેને ઇંટરનેટ પર પોસ્ટ કરી દેવામાં આવે છે અથવા તો તેના આધારે યુવતીને બ્લેકમેલ કરવામાં આવે છે, જેને કારણે યુવતીઓ આત્મહત્યા પણ કરી લે છે. એટલા માટે હાલમાં ફેસબુક પર મહિલાઓ અને યુવતીઓને સાવધાન કરવા માટે પોસ્ટ વાયર થઇ રહી છે. જેમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે ટ્રાયલ રૂમમાં લાગેલા ગુપ્ત કેમેરાની ભાળ કેવી રીતે મેળવવી અને કપડા ચેંજ કરતી વખતે કંઇ બાબતોનો ખ્યાલ રાખવો.
આ રીતે શોધો ગુપ્ત કેમેરો આ પોસ્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ટ્રાયલ રૂમમાં લાગેલા ગુપ્ત કેમેરાને શોધવા માટે સૌથી પહેલા તમારા ફોન પરથી એક કોલ કરીને જોવાનું જો ફોન પર વાત થતી હોય તો ઠીક છે પણ જો ફોનમાં વાત કરવામાં તકલીફ થાય તો સમજવું કે દાળમાં કંઇ કાળુ છે. કારણ કે જો ટ્રાયલ રૂમમાં ગુપ્ત કેમેરો લાગેલો હશે તો તેના ફાઇબર ઓપ્ટિકલ કેબલ મોબાઇલના સિગ્નલ ટ્રાંસફરમાં ખલેલ પહોંચાડશે.
તાત્કાલિક ટ્રાયલ રૂમમાંથી બહાર નીકળી જાવ એટલા માટે આવું આપની સાથે થાય તો તાત્કાલિક ટ્રાયલ રૂમમાંથી બહાર નીકળીને શોપિંગ સ્ટોર વાળા સાથે આ મુદ્દે વાત કરો. જો વાતનો નિવેડો ના આવે તો તાત્કાલિક પોલીસને ફોન કરી દો, એવું કરવાથી આપ આપની સાથે સાથે બીજી ઘણી યુવતીઓની ઇજ્જત બચાવી શકશો. શરમ છોડીને તાત્કાલિક એક્શન લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.