આઘુનિક જીવનમાં આપણે ખાવાની વસ્તુઓને સરળતાથી સંભાળી શકીએ છીએ. ખાવાની ચીજ વસ્તુઓને ફ્રિજમાં મુકવાથી ફાયદા તો થાય છે કે તે વસ્તુઓ બગડતી નથી અને સાથે આપણા પૈસા પણ વ્યર્થ નથી જતાં. કેટલીક એવી પણ વસ્તુઓ હોય છે કે જેને ફ્રિજમાં મુકવાની જરુર નથી હોતી. આથી ઉલટું કે તેને ફ્રિજમાં રાખવાથી તેની ગુણવત્તા બદલાઈ જાય છે કે તે બગડી જાય છે. જોઈએ આ કઈ કઈ વસ્તુઓ છે.
1. ટામેટાં
ટામેટાને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે. ઠંડી હવાને લીધે ટામેટા નરમ થઈ જાય છે. તેને કોઈ બાસ્કેટમાં કે કાંચના વાટકામાં મુકી શકાય.
2. તુલસી
તુલસીને ફ્રિજમાં રાખવાથી તે તેની આસપાસની વસ્તુઓની ગંધ પોતાનામાં લઈ લે છે. તેના બદલે તેને પાણીનાં વાટકામાં મુકી શકાય.
3. બ્રેડ
બ્રેડને પણ ફ્રિજની બહાર મુકવી જોઈએ કારણ કે તેને ફ્રિજમાં રાખવાથી તે કડક થઈ જશે. તમે બ્રેડને કાપીને રાખતા હોવ તો તેની આજુબાજુના ટુકડાને ફ્રિજમાં રાખવા તો તે કડક થઈ જશે.
4. કોફી
કોફીનું પણ તુલસી જેવું જ છે તમે એને ફ્રિજમાં રાખશો તો તે આસપાસની વસ્તુઓની ગંધ પોતાનામાં સમાવી લે છે.
5. લીંબુ, નારંગી અને મૌસંબી
ઠંડી હવાને લીધે તેમની ગુણવત્તા બગડી જાય છે. તેને રુમ ટેમ્પરેચર પર જ મુકવા જોઈએ.
6. કેચપ
કેચપને તમે બહાર પણ મુકી શકો છો. આમાં વધારે પ્રિઝર્વેટિવ હોવાના કારણે તે બહાર પણ સારી રીતે રહી શકે છે.
7. મધ
મધને પણ ફ્રિજમાં મુકવું ન જોઈએ. કયારેક ફ્રિજમાં રાખેલા મધમાં ક્રિસ્ટલ થઈ જાય છે.
8. બટાકા
બટાકાને ઠંડી હવામાં રાખવાથી તેમાં રહેલા સ્ટાર્ચને જલ્દી સુગરમાં ફેરવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.