નસ્કોરાની સમસ્યા થી પીડાતા હોવ તો આ ઘરેલુ ઉપચાર તમને રાહત આપશે

નસકોરા જેને આવતા હોય તે વ્યક્તિએ માટે તો સમસ્યા છે જ પણ તેનાથી મોટી સમસ્યા તેના પરિવાર અથવા તેની સાથે સુતા વ્યક્તિની છે. આમ તો…

નસકોરા જેને આવતા હોય તે વ્યક્તિએ માટે તો સમસ્યા છે જ પણ તેનાથી મોટી સમસ્યા તેના પરિવાર અથવા તેની સાથે સુતા વ્યક્તિની છે. આમ તો દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે, તેમને ઊંઘ સારી આવે, પરંતુ નસકોરાના કારણે તેમની પોતાની ઊંઘ બગડે જ છે, સાથે-સાથે ઘરના લોકોની ઊંઘ પણ બગડે છે. આ નસકોરાની સમસ્યાથી કેટલાક આયુર્વેદિક ઉપાયથી છૂટકારો મેળવી શકાય છે.

રોજ રાત્રે અડધી ચમચી ઑલિવ ઓઇલ અને અડધી ચમચી મધ લેવું જોઇએ. તેનાથી ધીરે-ધીરે નસકોરા ઓછા થવા લાગે છે. આ બંન્ને વસ્તુઓમાં રહેલાં તત્વો શ્વાસ નળી સાફ કરે છે અને રાત્રે શ્વાસ લેવામાં સરળતા મળે છે અને નસકોરાની સમસ્યા સમાપ્ત થાય છે.

નાક અથવા ગળામાં બલગમની માત્રા વધી જવાથી રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જેનાથી નસકોરી બોલે છે. સૂતી વખતે નિયમિત બે કળી લસણ ખાવાથી ગળું સાફ રહે છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે. જેથી નસકોરાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

આયુર્વેદમાં નસકોરાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે હળદરને મહત્વની ગણવામાં આવે છે. રોજ રાત્રે સૂતાં પહેલાં એક ગ્લાસ દૂધમાં થોડી હળદર મિક્સ કરી પીવાથી નાક અને ગળું બંન્ને સાફ રહે છે અને રાત્રે સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી. જેથી નસકોરાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *