ખાલી પેટ મગફળી ખાવાથી દૂર થાય છે આ 4 બીમારીઓ

Published on: 12:26 pm, Wed, 19 June 19

મિત્રો તમારા ઘરમાં મગફળી Ground Nut નો ઉપયોગ રસોઈ કે ખાવામાં તો થતો જ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સવારના સમયે ખાલી પેટ તેનું સેવન કરવાથી કયા કયા લાભ થાય છે ? નથી જાણતા તો આજે તમને જણાવીએ કે સવારે ખાલી પેટ મગફળી ખાવાથી 4 સમસ્યાઓ કાયમ માટે દૂર થઈ શકે છે.

સ્થૂળતા

રોજ સવારે ખાલી પેટ મગફળી ખાવાથી ચરબી ઝડપથી ઘટે છે. મગફળીમાં મોનોસેચ્યુરેટેડ ફેટ હોય છે જે ભૂખને રોકી અને પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેથી વારંવાર ખોરાક લેવો પડતો નથી અને શરીરમાંથી ચરબી ઘટે છે.

હૃદય માટે લાભકારી

મગફળી હાર્ટ માટે પણ જરૂરી છે. મગફળીનું સેવન કરવાથી હાર્ટએટેકનું જોખમ 50 ટકા ઘટી જાય છે.

બીપી

મગફળીમાં પોટેશિયમ અને સોડિયમ હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં રક્તસંચાર યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે છે અને બ્લડ પ્રેશર બરાબર રહે છે.

કબજિયાત

મગફળીનું સેવન કરવાથી કબજિયાત તેમજ કોલન કેન્સરથી બચી શકાય છે. આ સમસ્યા માટે રોજ સવારે 4થી 5 મગફળી ખાવી અને ખૂબ પાણી પીવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.