સુરત(Surat): શહેરના અમરોલી(Amaroli) વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝ(Anjani Industries)ની અંદર હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો હોય તેવું મળતા સમાચાર પરથી લાગી રહ્યું છે. જોવા જઈએ તો અંજની ઇન્ડસ્ટ્રીમાં દરરોજના 25 લાખ મીટર કાપડનું ઉત્પાદન થઇ રહ્યું છે. પરંતુ હાલમાં અંજની ઇન્ડસ્ટ્રી ઠપ્પ થઇ ગયું છે. જેને લીધે ઉત્પાદન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં અસર પડી રહી છે. જો આવી જ રીતનો આવનારા દિવસોમાં માહોલ રહેશે ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું નુકસાન થશે તેવું ઇન્ડસ્ટ્રીના સંચાલકો ચિંતા સાથે કહી રહ્યાં છે.
કામદારોની ભાષા ઉડિયામાં લાગ્યાં પોસ્ટર:
તમને જણાવી દઈએ કે, અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝ એક અને બેની અંદર અંદાજે 400 થી 500 જેટલા કારખાના આવેલા છે. દિવાળી બાદ હવે ધીમે ધીમે કારખાનાઓ શરૂ થઈ રહ્યા છે. તે અગાઉ જ ઉડિયા કારીગરો દ્વારા પોતાની માંગ ઉગ્ર બનાવવામાં આવી રહી છે. અંજની ઇન્ડસ્ટ્રીમાં હાલમાં અન્ય ઇન્ડસ્ટ્રીયલ કરતા 15થી 25 પૈસા પ્રતિ મીટર પર વધુ ચુકવવામાં આવે છે. તેમ છતાં પણ ઉડિયા કારીગરોએ આ પ્રકારના લખાણ ઇન્ડસ્ટ્રીના ગેટ ઉપર મારી દેતા ઇન્ડસ્ટ્રીના સંચાલકો પણ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. લગભગ 30 થી 32 હજાર કામદારો અંજની ઇન્ડસ્ટ્રીમાંથી રોજીરોટી મેળવે છે. ઉડિયા કામદારોમાંના કેટલાક ઉપદ્રવી તત્વો આ પ્રકારનું વાતાવરણ ઇન્ડસ્ટ્રીમાં ઉભું કરી રહ્યા છે.
સમય જતા ધીમે ધીમે ઉપદ્રવીઓ ઉશ્કેરાટ પેદા કરી રહ્યા છે:
અંજની ઈન્ડસ્ટ્રી વિભાગ-2ના પ્રમુખ વિજય માંગુકિયા જણાવતા કહ્યું છે કે, અંજની ઇન્ડસ્ટ્રીમાં કાપડનું ઉત્પાદન હાલ સંપૂર્ણ રીતે ઠપ્પ થઇ ગયું છે. કેટલાક કામદારો અહીં સમયાંતરે ઉપદ્રવીઓ ઉશ્કેરાટ પેદા કરતા હોય છે. તેમના દ્વારા અલગ-અલગ કારખાનાઓના ગેટ ઉપર ઉડિયા ભાષામાં લખાણ લખવામાં આવ્યું છે કે, ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવ વધારો જ્યાં સુધી આપવામાં નહીં આવે ત્યાં સુધી અહીં કામ પર કોઈ કામદારે આવવું નહીં અને જો કોઈ કામદાર કામ પર આવશે તો તેમને માર પડશે. જોકે મહત્વની બાબત એ છે કે, દર બે વર્ષે આ પ્રકારના લખાણ ઉપદ્રવીઓ દ્વારા લખવામાં આવી રહ્યા છે. 2017 થી 2021 સુધી દર બે વર્ષે માહોલ બગાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે જેને અસર અન્ય કામદારોને પડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.