કોરોના હજુ પૂરો નથી થયો ત્યાં સૌરાષ્ટ્રના આ 2 જીલ્લામાં મ્યુકરમાઈકોસિસે મચાવ્યો હાહાકાર, નોંધાયા આટલા કેસ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ તો ઘટવા લાગ્યું છે પણ મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જે ખુબ જ ગંભીર બાબત કહી શકાય. મ્યુકરમાઈકોસિસ હાલમાં એવા દર્દીઓને થઇ રહ્યો છે, જેમને પેલા કોરોના થયો હતો અને તેમની સારવાર પણ થઇ હતી.

મ્યુકરમાઈકોસિસને કારણે સૌરાષ્ટ્રમાં મુશ્કેલી વધી રહી છે. જ્યાં હજુ કોરોના થમ્યો નથી ત્યાતો મ્યુકરમાઈકોસિસના કેસો નોંધાતા લોકોમાં હાહાકાર વ્યાપી ગયો છે. જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ રાજકોટ અને જામનગરમાં નોંધાયા છે. હાલની  પરિસ્થિતિની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં મ્યુકરમાઈકોસિસના કુલ 636 દર્દીઓ નોંધાય ચુક્યા છે. જયારે જામનગરમાં જોવા જઈએ તો મ્યુકરમાઈકોસિસના 137 જેટલા કેસ આજ સુધીમાં નોંધાયા છે.

આ મ્યુકોરમાઇકોસિસ છે શું?
મ્યુકોરમાયકોસિસએ એક પ્રકારની ફૂગથી થતો ઘાતક રોગ છે. આ ફૂગ આપણાં પર્યાવરણમાં સામાન્ય રીતે જમીનમાં જોવા મળે છે, મોટા ભાગે જમીન પર પડેલા સડતા પાંદડા, છાણ કે કોહવાતા કાર્બનિક પદાર્થોમાં આ ફૂગ પેદા થાય છે. આ ફૂગના કણો અથવા ફંગલ સ્પોર હવામાં હોય પણ સામાન્ય રોગ પ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોને આ ફૂગ બહુ અસર નથી કરતી. પણ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય અને અન્ય બીમારીઓ હોય તેમને એ ચેપ લગાડી શકે છે અને આ ચેપ ખુબ જ ગંભીર હોય છે.

કોરોનાકાળમાં રોગપ્રતિકારક તંત્રની અતિ સક્રિયતાને ઓછી કરવા દરેક દર્દીને સ્ટેરોઈડ અને ગણ્યા ગાંઠ્યા દર્દીઓને ટોસિલીજુમાબ જેવી દવાઓ આપવાની ફરજ પડે છે. મૂળે આ દવાઓ રોગ પ્રતિકારક તંત્રને નિયંત્રિત કરી શરીરને સાઇટોકાઇન સ્ટ્રોમથી બચાવી લે છે. પણ આમ કરવા જતાં શરીરની ઇમ્યુનિટીને (રોગપ્રતિકારક શક્તિ) થોડી ધીમી પડે છે. આ સ્થિતિનો લાભ આ ફૂગ ઝડપી લે છે.

કોરોના થયેલા કયા દર્દીઓને આ રોગ થઇ શકે છે?
જેની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય તેમને આ રોગ થવાની વધારેમાં વધારે શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને ડાયાબિટીસ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, લોહીના સફેદ ક્ણનું ખૂબ જ ઓછુ પ્રમાણ હોય, સ્ટેરોઈડની દવા ખૂબ લાંબા સમયથી ચાલુ હોય, આ બધા કેસમાં આ ચેપ લાગવાનો ભય રહે છે.

આ ચેપ કેવી રીતે લાગે છે?
આગળ જણાવ્યુ તેમ ફૂગના સૂક્ષ્મ કણો વાતાવરણમાંથી, જે નાક દ્વારા શરીરની અંદર ઘૂસી શકે છે. જો કે સારી વાત એ છે કે આ રોગ એક માણસમાંથી બીજા માણસમાં ફેલાતો નથી.

કેવી રીતે બચવું?
સદભાગ્યે આ ફૂગથી બચવા પણ માસ્કની જ સલાહ આપવામાં આવે છે. હયૂમીડીફાયર (નવું ભીનાશ વાળું ઓક્સિજન માસ્ક વાપરવો), ઓક્સિજન સિલિન્ડરના હયૂમીડીફાયરમાં પણ સાદું ઘરેલુ પાણીના બદલે નોર્મલ સલાઈનનું પાણી ભરવું. દરેક દર્દી માટે ઓક્સિજન માસ્ક તદ્દન નવું જ વાપરવું (ડીસ્પોસેબલ). સૌથી અગત્યની વાત ડાયાબિટીસને કાબુમા રાખવી ખુબ જરૂરી છે. અને નિષ્ણાત અને અનુભવી ડોક્ટરની સલાહ મુજબ વર્તવું જોઈએ.

પોસ્ટ કોવિડ અથવા કોવિડ પછીના મ્યુકોરમાયકોસિસના લક્ષણો:
 અનિયંત્રિત ડાયાબિટીસ
નાક બંધ
નાકમાંથી ડિસ્ચાર્જ (ડહોળાયેલું અથવા ગંદુ પાણી નીકળે)

માથાનો દુખાવો
આંખો આસપાસ દુખાવો
આંખોમાં સોજો
મોં અને નાકની ત્વચાના રંગમાં ફેરફાર (કાળી પડી જાય)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *