ગુજરાત(Gujarat): દેશમાં કોરોના(Corona)નું સંક્રમણ ધીમે ધીમે ફરી વધી રહ્યું છે અને સાથે ઓમિક્રોન(Omicron)ના કેસોમાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. જેને કારણે હવે રાજ્ય સરકાર દ્વારા પણ બાળકોને વેક્સિન આપવા માટે રસીકરણ અભિયાન(Vaccination campaign) શરુ કરવામાં આવ્યું છે. સાથે શાળાઓમાં રસીકરણ અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે.
ત્યારે હવે રાજ્યની તમામ સ્કૂલોમાં એકમ કસોટી સ્થગિત રાખવામાં આવી છે. વેક્સિનેશન અભિયાનના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, તથા 7 અને 8 જાન્યુઆરીના રોજ લેવાનારી પરીક્ષા પણ રદ કરાય છે. હવે આ પરીક્ષા માટેનો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે રાજ્યમાં કિશોરોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. આ વેક્સિનેશન ડ્રાઈવ 9 જાન્યુઆરી સુધી ચાલવાની છે.
ગુજરાત રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો રાફડો ફાટ્યો છે. 7 મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાતા ગુજરાતીઓ ચિંતામાં મુકાઇ ગયા છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બે ગણો વધારો થઈને કુલ 1290 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ પણ કોરોના સંક્રમિત થયા છે.
ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા છે ત્યારે સુરતમાં છેલ્લા સાડા 7 મહિના પછી 400થી વધુ કેસ સામે આવતા હહાકાર મચી જવા પામ્યો છે. સુરત શહેરમાં 415, ગ્રામ્યમાં કોરોનાના 9 કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતની 18 સ્કૂલના 32 વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થયા છે, જ્યારે 6 ડૉક્ટર, 34 વેપારી પણ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.