સુરત(Surat): શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાં ભાજપ(BJP) પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CR Patil)ના બેનર માટે ખુલ્લેઆમ વીજ ચોરી(Power theft) થતી હોય એવો વિડિયો વાયરલ(Viral video) થયો છે. વાયરલ થઇ રહેલ વિડીયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે, સી.આર.પાટીલનું બેનર લાગેલું છે અને તેની ફરતે કરવામાં આવેલ લાઈટીંગ માટે વીજ ચોરી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા સી.આર.પાટીલના બેનરને લાઈટીંગથી ઝળહળતું કરવા માટે સુરત મનપાના વીજપોલમાંથી ખુલ્લેઆમ વીજ ચોરી કરવામાં આવી રહી છે. આ વાયરલ થઇ રહેલો વિડીયો જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો છે.
આ વિડીયો વાયરલ થતા સરકારી તંત્ર સામે અને વીજ વિભાગ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. જો સામાન્ય વ્યક્તિ કે ખેડૂત આ પ્રકારે વીજળી લેતા હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી અને કડક દંડ ઉઘરાવવામાં આવે છે. તો પછી આ વીજ ચોરી પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહિ તે તો જોવું જ રહ્યું.
ત્રિશુલ ન્યુઝના સળગતા સવાલો:
જો આ પ્રકારની વીજચોરી કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તો આ અંગે હવે કોઈ કાર્યવાહી થશે કે નહી? શું સામાન્ય વ્યક્તિને જ તમામ નિયમો લાગુ પડે? નેતાઓ કે તંત્રને આ નિયમો સામે શું આંખ આડા કાન કરીને જ બેસી રહેવાનું છે? આ વીજ ચોરી અંગે કોઈ કાર્યવાહી થશે કે નહિ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.