સુરત(Surat): ઈતિહાસમાં ક્યારે નથી સર્જાય તેવી એક ઘટના ગત રાતે યોજાયેલ ભવ્ય લગ્નોત્સવમાં ‘ચુંદડી મહીયરની’ કાર્યક્રમમાં સર્જાઇ હતી. પી.પી.સવાણી ગ્રુપ(PP Savani Group)ના મહેશ સવાણી(Mahesh Savani) તથા તેમના પરિવાર થકી 300 જેટલી પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન કરાવીને તેમનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ચાર હજાર કરતા પણ વધારે દીકરીઓના પાલક પિતાની જવાબદારી નિભાવી સવાણી પરિવાર દ્વારા દીકરીઓના લગ્ન અને કન્યાદાન કરવામાં આવ્યું હતું.
આ લગ્નમાં કોઈ નાત, જાત કે ધર્મને જોઇને નહોતો કરવામાં આવ્યા પરંતુ, માનવતાના આધારે આ ભવ્ય લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રકારે માનવતાનો ધર્મ નિભાવ્યો હતો. સુરતના આંગણે ફક્ત કોઈ એક જ સમાજ કે એક જ ધર્મ નહિ પરંતુ હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ એમ ચારેય ધર્મને સાથે રાખીને અને તેમના ધર્મ અનુસાર વિધિ કરવામાં આવી હતી અને લગ્ન યોજવામાં આવ્યા હતા.
લગ્ન સમારોહ ‘ચુંદડી મહીયરની’ કાર્યક્રમના અંતિમ દિવસે એટલે કે, ગઈકાલે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ચારેય દંપતીના ચારેય વિધિ દ્વારા લગ્ન કરવામાં આવ્યા હતા. એટલે કે એક જ સ્ટેજ ઉપર જ્યારે વિવિધ ધર્મના દંપતીઓ હાજર હતા અને વારાફરતી દરેક ધર્મના મંત્રો વાંચીને દરેક દંપતીના દરેક ધર્મની વિધિ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. જેમકે, હિન્દુ ધર્મના દંપતીને હિન્દુ વિધિની સાથે સાથે તેમના મુસ્લિમ, શીખ અને ઈસાઈ વિધિ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા.
આ પરથી કહી શકાય કે ગાઈ કાલે જે પી.પી.સવાણીના આંગણામાં માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો બન્યો હતો. જેમાં કોઈ પણ નાત, જાત કે ધર્મને જોવામાં આવ્યા નહોતા પરંતુ માનવતાના ધર્મને આધારે લગ્ન યોજવામાં આવ્યા હતા. ખરેખર આ જોઇને એક વાક્ય યાદ આવે છે કે, હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ હમ સબ ભાઈ ભાઈ. ભલેને નાત, જાત અને ધર્મ અલગ હોય પણ લોહી તો એક જ છે ને. તેથી જ કહેવાયું છે કે, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.