અમદાવાદના મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજની તબિયત દિવસે ને દિવસે વધુ બગડતી હોવાનું જાણવા મળ્યું છે. આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીની તબિયત વધુ નાજુક હોવાના લીધે ગાદી સંસ્થાનના તમામ સંતોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે, ગાદી સંસ્થાનના નવા આચાર્ય જિતેન્દ્રીયપ્રિયદાસજીને બનાવવામાં આવે. સંસ્થાના નિયમ મુજબ ભાવિ આચાર્ય સંત કોને બનાવવા તે મંદિરના સંત ગુરુઓ ભેગા મળીને નક્કી કરવામાં આવે. સ્વામી જિતેન્દ્રીયપ્રિયદાસજી 50 વર્ષથી વરિષ્ટ સંત તરીકે ગાદી સંસ્થાનમાં છે અને તેઓ પ્રખ્યાત કથાકાર પણ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી પી.પી. સ્વામી સાથે સેવા માં હતા.
સ્વામીએ 90 કરોડનું દાન કર્યું
મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય તરીકે પી.પી. સ્વામી 42 વર્ષ સુધી રહ્યા હતા. તેમના દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત 90 કરોડથી પણ વધારે રકમ જરૂરિયાતમંદ લોકોને દાન કરવામાં આવી છે. સ્વામીજીએ પંચમહાલના 11થી પણ વધુ ગામડાં દત્તક લીધાં છે. 2001ના કચ્છની ભચાઉ શહેર માટે પણ સ્વામીજીએ અઢળક દાન આપ્યું હતું. સાથેસાથે પૂર્વ આફ્રિકામાં વસતા વિકલાંગ બાળકો માટે પણ અનેક સ્કૂલોની સ્થાપના કરી છે. કોરોના મહામારીમાં તેમણે રાજ્ય સરકારને 1 કરોડનું દાન કર્યું હતું. તેમનો સિદ્ધાંત હતો કે, ‘દાનમાં આવેલી રકમ દાનમાં જ જવી જોઈએ’.
પી.પી. સ્વામીનું શરીર કામ નથી કરતું પણ ધબકારા હજુ ચાલુ, કોમા જેવી સ્થિતિ
પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીની તબિયત વધુ બગડી હોવાનું જાણવા મળ્યું છે. જિતેન્દ્રીયપ્રિયદાસજીના જણાવ્યા અનુસાર, સ્વામીજીનું શરીર કામ નથી કરતું પણ તેમના ધબકારા હજુ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news