રાજ્યમાં કોરોનાના કેસો દિવસેને દિવસે ઘટી રહ્યા છે. સાથે સાથે ત્રીજી લહેર આવવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. ત્યારે હવે રાજ્યમાં તહેવારોને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે. રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શ્રાવણ મહિનામાં આવતા તહેવારો મુદ્દે જણાવતા કહ્યું છે કે, તહેવારો ઉજવવા અંગે કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને આગામી નિર્ણય કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
તહેવારો દરમિયાન યોજવામાં આવતા મેળામાં કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થવું મુશ્કેલ છે. કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આગામી મહિનામાં રક્ષાબંધન અને સાતમ-આઠમ સહિતના ઘણા તહેવારો આવી રહ્યા છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આગામી એટલે કે ઓગસ્ટ મહિનામાં તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થશે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 5 વર્ષના કાર્યકાળની ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી જુદા જુદા નામો સાથે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા આગામી મહિનામાં જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમનું લીસ્ટ:
રાજ્ય સરકાર દ્વારા 1 ઓગસ્ટે જ્ઞાન શક્તિ શિક્ષણ કાર્યકમની ઉજવણી કરવામાં આવશે. જયારે 2 ઓગસ્ટને સંવેદના દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવશે. 4 ઓગસ્ટના દિવસે મહિલા નારી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે. 5 ઓગસ્ટ કિસાન સન્માન દિવસ ઉજવવામાં આવશે. 6 ઓગસ્ટના રોજ રોજગાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. 7 ઓગસ્ટના દિવસને વિકાસ દિવસ તરીકે ઉજવવામાં આવશે. જયારે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવશે અને આ કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં યોજવામાં આવશે. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
રાજ્યના આજે તમામ જીલ્લાના DEOને શાળા સંચાલકો અને શિક્ષકોએ મળીને શાળા શરુ કરવા અંગે માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું. સરકાર દ્વારા ધોરણ 12 ની શાળાઓ અને કોલેજો 15 મી જુલાઈથી ઓફલાઈન અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં શાળાઓ શરુ કરવા અંગે હાલમાં સરકારની વિચારણા ચાલી રહી છે. ત્યારે આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે જરૂરી વિચારણા કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.