ઘોર બેદરકારી: સુરત સિવિલમાં 60 વર્ષીય વૃદ્ધાના મૃતદેહને ઉંદરો કોતરી ખાઈ ગયા

સુરત(ગુજરાત): કોરોનાની બીજી લહેર દરેક માટે કાળ સ્વરૂપ બની હતી. તે દરમિયાન ઘણી હોસ્પિટલોની બેદરકારી પણ સામે આવી હતી. ત્યારે હાલમાં સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવખત વિવાદમાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદરોના ત્રાસની ફરિયાદ અવારનવાર સામે આવતી રહે છે. ત્યાં આજે એક વૃદ્ધાના મૃતદેહને ઉંદરોએ કોતરી ખાધો હોવાનો આરોપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાનું મોત થયા બાદ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઉંદરોએ મૃતકના પગ કોતરી ખાધા હતા. જયારે આ બાબતની જાણકારી વૃદ્ધાના પરિવારજનોને થઇ ત્યારે તેમની લાગણી દુભાતા તેમણે સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. અડાજણ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય લક્ષ્‍મીબેન ઘરમાં પડી ગયા હતા. આ દરમિયાન તેમને માથાના ભાગે ઘણી ઈજાઓ પહોંચી હતી.

વધુ સારવાર માટે તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આજે સવારે તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં મુકવામાં આવ્યો હતો. આ દરમિયાન, ઉંદરોએ તેમનો એક પગ કોતરી ખાધો હોવાનું સામે આવ્યું હતું. તે જોઈને ડોકટરો પણ ચોંકી ઉઠ્યા હતા. આ વાતની જાણ જયારે તેમના પરિવારજનોને થઇ ત્યારે તેમણે સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને વ્યવસ્થા પર ઘણા સવાલ પણ ઉઠાવ્યા હતા.

સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પહેલા પણ પોસ્ટમોર્ટમ રૂમમાં સાફસફાઈ અને ઉંદરોના ત્રાસ બાબતે ઘણી ફરિયાદો સામે આવી હતી. આ માટે સિવિલ સત્તાધીશોનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. પરંતુ, આજદિન સુધી આ ફરિયાદ પર ગંભીર રીતે ધ્યાન આપવામાં આવ્યું નથી અને સફાઈ તેમજ વ્યવસ્થાના અભાવે તેનું કોઈ કાયમી નિરાકરણ મળી શક્યું નથી.

જોકે, આવી ઘટનાઓને અંતે પરિવારજનોના રોષનો ભોગ પોસ્ટમોર્ટમ રૂમ ખાતેના ફરજ પરના કર્મચારીઓને બનવું પડે છે. અવાર-નવાર બનતી આવી ઘટનાઓ અંગે સિવિલ સત્તાધીશોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ, તેમના તરફથી કોઈ પ્રત્યુતર મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *