આ શું બોલી ગયા ભાજપ નેતા… ‘છોકરીઓ એવા ગંદા કપડાં પહેરીને નીકળે છે કે…’ વાયરલ થયો વિડીયો

ભાજપ(BJP)ના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય(Kailash Vijayvargiya)એ ઈન્દોરમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે છોકરીઓના કપડા પર સવાલ ઉઠાવતા કહ્યું કે છોકરીઓએ સારા કપડાં પહેરવા જોઈએ, નહીં તો…

ભાજપ(BJP)ના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય(Kailash Vijayvargiya)એ ઈન્દોરમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે છોકરીઓના કપડા પર સવાલ ઉઠાવતા કહ્યું કે છોકરીઓએ સારા કપડાં પહેરવા જોઈએ, નહીં તો તેઓ શૂર્પણખા જેવા દેખાય છે. વિજયવર્ગીયએ આ નિવેદન હનુમાન જયંતિ(Hanuman Jayanti) પર જૈન સમાજના એક કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, “અમે મહિલાઓને દેવી કહીએ છીએ. જો કે, અમને તેમનામાં દેવીઓનું સ્વરૂપ દેખાતું નથી, બલ્કે તેઓ શૂર્પણખા જેવી દેખાય છે. હું હનુમાન જયંતિ પર જૂઠું બોલીશ નહીં. જ્યારે હું રાત્રે બહાર જાઉં છું, ત્યારે મને નશામાં છોકરીઓ દેખાય છે. એવું લાગે છે કે, મારે કારમાંથી નીચે ઉતરવું જોઈએ અને તેમને ચાર-પાંચ થપ્પડ મારવી જોઈએ, હું ભગવાનના શપથ લેઉં છું, હું હનુમાન જયંતિ પર જૂઠું બોલતો નથી.”

“કેટલીક મહિલાઓ એવા કપડા પહેરીને નીકળે છે કે, કારમાંથી નીચે ઉતરીને થપ્પડ મારવાનું મન થાય છે તે શૂર્પણખા જેવી દેખાય છે.હું ક્યારેક જોઉં છું કે, ‘આજે પણ જ્યારે હું બહાર નીકળું છું ત્યારે હું ભણેલા-ગણેલા યુવકો અને બાળકોને નાચતા જોઉં છું, ખરેખર એવી ઈચ્છા થાય છે કે, પાંચ સાત એવી આપુ કે બધો નશો ઉતરી જાય. સાચુ કહી રહ્યું કે, ભગવાનની કસમ. હનુમાન જ્યંતિ પર જૂઠ નહી બોલું. વિજયવર્ગીયના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે.

વધુમાં તેમણે કહ્યું કે, છોકરીઓ એટલા ગંદા કપડા પહેરી નીકળે છે અને આપણે મહિલાઓને દેવી બોલીએ છીએ. એમાં દેવીનું સ્વરૂપ જ નથી દેખાતું. સંપૂર્ણ શૂર્પણાખા જેવી દેખાય છે. તેમણે કહ્યું કે, ભગવાને એટલું સુંદર શરીર આપ્યું છે તો સારા કપડા પહેરો. થોડા સારા કપડા પહેરો તેમણે કહ્યું કે, બાળકોને સંસ્કાર આપો, હું ચિંતિત છું…”

આ સિવાય ભાજપના મહાસચિવે કહ્યું કે, માતા-પિતાએ પોતાના બાળકોને સંસ્કાર આપવા જોઈએ. શિક્ષણ જરૂરી નથી, સંસ્કૃતિ જરૂરી છે. અમારે જમતા પહેલા અમારા માતા-પિતાને રામાયણના પંક્તિઓ સંભળાવવાની હતી. પછી ખાવા માટે ખોરાક ઉપલબ્ધ હતો. તેથી જ અમે સુધરી ગયા, નહીં તો નંદા નગરમાં ક્યાંક ફરતા રહીએ. પહેલા ત્યાં ઓટો પણ નહોતી જતી, હવે ત્યાં મોટું માર્કેટ છે.

ગુરુવારે સરાફા ચોપાટી ગયા હતા કૈલાશ વિજયવર્ગીય
બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય ગુરુવારે રાત્રે સરાફા ચોપાટી ગયા હતા. ત્યાં તેમણે સરાફા ચોપાટી પર સ્વાદિષ્ટ ભોજનની મજા માણી હતી. તેનો ફોટો કૈલાશ વિજયવર્ગીયએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *