સાધ્વી પ્રજ્ઞાને ઉર્દુ ભાષામાં મળ્યો પત્ર અને પાઉડર, મોદી-યોગી અને ડોભાલના ફોટા સાથે મળી ધમકી

ભોપાલથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સાંસદ અને આતંકવાદના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકૂરને એક શંકાસ્પદ ચિઠ્ઠી મળી છે. સંદિગ્ધ ચિઠ્ઠી ઉર્દૂમાં લખેલી છે. ચિઠ્ઠી સાથે પાવડર પણ મળ્યો છે. ફોરેન્સિક ટીમ સાધ્વી પ્રજ્ઞાના ઘરે હાજર છે અને મામલાની તપાસ કરી રહી છે.

પાવડર સાથે ઉર્દૂમાં જે પત્ર આવ્યો છે, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને પ્રજ્ઞા ઠાકૂરના ફોટો પર ક્રોસ બનેલા છે. સાધ્વીના સ્ટાફને પત્ર શંકાસ્પદ લાગતા તેની જાણ પોલીસને કરી હતી, જ્યાર પછી સાંસદના ઘર પર પોલીસ અધિકારી પહોંચી ગયા હતા. પોલીસે પત્રને કબ્જામાં લઈને એફએસએલ ટીમને બોલાવી જેને પાવડર અને ઉર્દૂમાં લખેત પત્રને તપાસ માટે મોકલી દીધો છે.

પ્રજ્ઞા ઠાકુરને જીવનું જોખમ છે

પ્રજ્ઞાસિંહ ઠાકુર મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ તેમના વિરુદ્ધ એક ષડયંત્ર છે અને તેમના જીવને ખતરો છે. સાંસદ એ જણાવ્યું કે પત્રમાં તેમના ફોટા આગળ ચોકડીનું નિશાન છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આરોપ લગાવ્યો કે તેમને અગાઉ પણ ધમકીભર્યા પત્ર મળી ચૂક્યા છે અને તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી છે, પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. ઉર્દુ માં લખેલા પત્ર સાથે અન્ય બે પાંચ પણ હતા, જેમાંથી પાવડર નીકળ્યા. આ પાવડરને અડગતા તેમને ખંજવાળ આવવા લાગી. પ્રજ્ઞા એ કહ્યું કે રાષ્ટ્ર હિતમાં કામ કરનારાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

એડિશનલ એસપી સંજય જૈને જણાવ્યું કે સાધ્વી પાસે આવેલા પત્ર પર તપાસ થઇ રહી છે. આ ઉપરાંત પત્ર સાથે પાઉડર મળ્યો તેની પણ તપાસ એફ.એસ.એલ.ની ટીમ કરી રહી છે. ટીમે પાવડર જપ્ત કર્યો છે અને તપાસ બાદ જ કંઈ કહી શકાશે. પોલીસ પત્ર લખનારને શોધી રહી છે. જાણવા મળી રહ્યું છે કે પત્ર પૂણેથી સાધ્વી પાસે પહોંચ્યો.

પત્રમાં સાધ્વી પ્રજ્ઞા ની સાથે સાથે મોદી,યોગી અને અજીત ડોભાલ ના ફોટા પણ છે. તેમના ફોટાઓ આગળ પણ ક્રોસનું નિશાન છે. આ ઉપરાંત એક ફોટામાં હથિયારના ચિત્રો છે. તેની આગળ સાધ્વી નો ફોટો લાગેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *