આને કહેવાય ખરો દેશપ્રેમ! ગામના દરેક ઘરમાંથી એક-એક દીકરો કરી રહ્યો છે દેશની સુરક્ષા

હાલમાં આપ સૌને ખુબ ગર્વ થાય એવી જાણકારી સામે આવી રહી છે. આંધ્ર પ્રદેશમાં આવેલ પ્રકાશમ જિલ્લાનાં મુલ્લારેડ્ડી ગામને જો તમે વીરોની ભૂમિ અથવા તો પછી ભારત માતાની રક્ષા માટે પોતાનો જીવ આપનાર દીકરાઓનું ગામ કહો તો કંઈ જ ખોટું નથી.

પ્રકાશમ જિલ્લાના આ ગામમાં તમામ ઘરનો દીકરો હાલમાં દેશની સેવામાં કોઈને કોઈ બોર્ડર પર દુશ્મનોના દાંત ખાટા કરવા માટે ખડેપગે ઊભો છે. બીજા વિશ્વ યુદ્ધથી લઈને આજસુધી ચીન-પાકિસ્તાન સાથેના તણાવ સુધી આ ગામના લોકો સીમા પર માતૃભૂમિની રક્ષા કરવા માટે ઊભા રહ્યાં છે.

મુસ્લિમ બહુધા વસ્તી ધરાવતા આ ગામમાં તમામ બાળક સેનામાં જવાનું સપનું લઈને સુવે છે તેમજ દરરોજ સવારમાં ઉઠીને તેના માટેનાં પ્રયત્નો શરૂ કરી દે છે. આ ગામમાં મોટાભાગના ઘરોમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ સેનામાં સેવારત રહેલો છે.

સેનામાંથી નિવૃત્ત થઈ ચૂકેલ વૃદ્ધ મસ્તાને કહ્યું હતું કે, હું શ્રીલંકામાં IPKFનો ભાગ હતો. કારગિલ યુદ્ધ લડ્યો હતો, રાજસ્થાનમાં દેશની પશ્વિમી સીમા પર સેવા કરીને નિવૃત્ત થયો હતો. ત્યારપછી મેં મારા 2 દીકરા સેનામાં મોકલ્યા છે. મારા કાકાના 2 દીકરા પણ સેનામાં સેવા આપી રહ્યા છે. અમારા માટે ખુબ ગર્વની અનુભૂતિ છે.

કસીમ અલી નામના એક વૃદ્ધ છે કે, જે પોતે પણ સેનામાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે, તેમણે કહ્યું હતું કે, સેનામાં ભરતી થઈ હતી તેમજ અલ્લાહાબાદમાં તાલીમ લીધી હતી. ત્યારપછી સિકંદરાબાદમાં ડ્યૂટી જોઇન્ટ કરી હતી. ત્યારબાદ શિલાંગમાં હું જમ્મુ-17 જાટ રેજિમેન્ટનો ભાગ હતો.

બ્રિગેડ મુખ્યાલયમાં પણ ફરજ બજાવી ચૂક્યો છું. સતત 24 વર્ષ સુધી દેશની સેવા કર્યા પછી લેહ લદ્દાખમાં છેલ્લી ડ્યૂટી પછી નિવૃત્ત થયો હતો. ખૂબ જ ગર્વની સાથે કાસિમ અલી જણાવે છે કે, સેનામાં સામેલ થવા માટે પ્રેરિત કરું છું. ગામમાં કેટલાંક દિગ્ગજ છે કે, જે ભારત-પાકિસ્તાન, કારગિલ યુદ્ધ, શ્રીલંકામાં ભારતીય શાંતિ બળના સંચાલન તથા હાલમાં જ ચીનની સાથે સીમા પર થયેલ ઘર્ષણમાં સામેલ રહ્યા છે.

આ ગામમાં વૃદ્ધો બાળકોને દેશની સેનામાં સામેલ થવા માટે પ્રેરિત કરવામાં આવે છે તેમજ ગામની પરંપરા બતાવવામાં આવે છે. ગામના યુવાનો સેનામાંથી નિવૃત્ત થઈ ચૂકેલ મોટા-વૃદ્ધોની પાસે માર્ગદર્શનમાં પ્રશિક્ષિત હોય છે. રોપ ક્લાઇમ્બીંગ, રનિંગ, બાધા દોડ અહીંના યુવાનોની માટે ખુબ પસંદગીની રમત છે.

આંધ્ર પ્રદેશના અન્ય ગામની જેમ અહીં ગ્રામજનો ખેતી અથવા તો અન્ય હસ્તશિલ્પ કામ કરતાં નથી. સૌથી વધુ રસપ્રદ વાત તો એ છે કે, આ ગામના યુવાનો MBA, MCA, એન્જિનિયરિંગ જેવી ઉચ્ચ શિક્ષણની ડિગ્રી મેળવે છે પણ સેનામાં જ પોતાનું કરિયર બનાવે છે.

સેનામાં જવા માટે તૈયારી કરી રહેલ આવા જ એક શખ્સ અહમદ બાશા જણાવે છે કે, હવે મારા પિતા સેનામાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે તેમજ મારો ભાઈ સેનામાં ડ્યૂટી કરી રહ્યો છે. હું પણ સેનામાં જવા માટે સખત મહેનત કરી રહ્યો છું. તેનાથી મને ખુબ ગર્વ થાય છે કે, હું આ ગામનો વતની છું. ગામમાં કુલ 86 પરિવાર રહે છે જેમાંથી 130 સભ્ય વર્તમાનમાં દેશની સેવા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *