આ હનુમાન મંદિર સાથે જોડાયેલા છે આ રહસ્યો
મંદિર પોતાના રહસ્યો અને વિચિત્ર દ્રશ્યોના કારણે એક બાનગી ભક્તોને અચરજમાં મૂકે છે. હનુમાન ભક્તો તેમને નમન કરીને ધન્યની અનુભૂતિ કરે છે.આ મંદિરમાં ખાસ કરીને બાધાઓથી પીડિતો આવે છે.હનુમાનજીના ચરણોમાં પહોંચીને વ્યક્તિ પૂર્ણ રીતે સ્વસ્થ થઈને ઘરે જાય છે.
આ હનુમાન મંદિરથી પ્રસાદ ઘરે લઈ જઈ શકાતો નથી
મહેંદીપુર બાલાજી મંદિરમાં લોકો પરિવારના સભ્યો, સંબંધીઓ કે દોસ્તોની સાથે ઉપરી બાધાથી પીડિત હોવાના કારણે ભાવિક ભક્તો આવે છે. મંદિરના કોઈપણ પ્રકારના પ્રસાદને તમે પોતે ખાઈ શકતા નથી અને ન તો કોઈને આપી શકો છો.અહીંથી પ્રસાદને ઘરે લઈ જવાની મનાઈ છે. એટલું નહીં કોઈ પણ ખાવા પીવાની ચીજો કે સુગંધિત ચીજને તમે અહીંથી ઘરે લઈ જઈ શકતા નથી. અહીં એવી માન્યતા છે કે આમ કરવાથી ઉપરી આત્મા તમારા પર આવી જાય છે.
બાળરૂપમાં છે ભગવાન બાલાજી
મહેંદીપુર બાલાજી મંદિર માં બાલાજીની મૂર્તિની સામે ભગવાન રામ સીતાની મૂર્તિ પણ છે. બાલાજી હંમેશા પોતાના આરાધ્યના અહીં દર્શન કરતા રહે છે. અહીં હનુમાનજી પોતાના બાલરૂપમાં બિરાજિત છે. અહીં આવનારા લોકોને માટે નિયમ છે કે તેઓએ ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાથી ડુંગળી, લસણ, નોનવેજ અને દારૂનું સેવન બંધ કરવાનું હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.