કોંગ્રેસમાં જોડાવાની ઓફર ઠુકરાવ્યા બાદ પ્રશાંત કિશોરે પહેલીવાર આપી પ્રતીક્રીયા, સૌથી જૂની પાર્ટી વિશે કહ્યું એવું કે…

નવી દિલ્હી(New Delhi): કોંગ્રેસ(Congress)માં જોડાવાનું આમંત્રણ નકાર્યાના દિવસો પછી, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે(prashant kishor) આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી પોતાને…

નવી દિલ્હી(New Delhi): કોંગ્રેસ(Congress)માં જોડાવાનું આમંત્રણ નકાર્યાના દિવસો પછી, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે(prashant kishor) આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી પોતાને પુનર્જીવિત કરવામાં સક્ષમ છે અને તેને તેમની જરૂર નથી. આ ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું, ‘કોંગ્રેસ નેતૃત્વ અને હું પાર્ટીની ભાવિ યોજનાઓને લઈને ઘણી બાબતો પર સહમત થયા હતા. પરંતુ તેઓ જાતે જ કરી શકે છે, તેમની પાસે આવા મોટા નેતાઓ છે. તેમને મારી જરૂર નથી. તેણે પાર્ટીમાં જોડાવાની ઓફર કરી અને મેં ના કહ્યું.

પ્રશાંત કિશોરે કહ્યું કે, તેઓ કોંગ્રેસ પાર્ટીમાં કોઈ ભૂમિકા ઈચ્છતા નથી, પરંતુ માત્ર એટલું જ ઈચ્છે છે કે ભવિષ્ય માટે તૈયાર કરાયેલી બ્લૂ પ્રિન્ટ લાગુ કરવામાં આવે. તેણે કહ્યું, ‘હું તેમને જે કહેવા માંગતો હતો, મેં કર્યું. 2014 પછી પહેલીવાર કોંગ્રેસે પોતાના ભવિષ્ય વિશે સંરચિત રીતે ચર્ચા કરી. પરંતુ મને એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ પર થોડી શંકા છે કે તેઓ ઇચ્છે છે કે હું તેનો એક ભાગ બનું જે આ ફેરફારોને લાગુ કરવા માટે જવાબદાર હોઈશ.

રાહુલ અને પ્રિયંકા વિશે પ્રશાંત કિશોરનો અભિપ્રાય
આ અઠવાડિયાની શરૂઆતમાં કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ ગયા પછી, એવું કહેવામાં આવ્યું હતું કે પીકે પ્રિયંકા ગાંધીને પાર્ટીના વડા બનાવવા ઇચ્છે છે, પરંતુ પાર્ટી નેતૃત્વ સંમત ન હતું? આ અંગે પ્રતિક્રિયા આપતા પ્રશાંત કિશોરે કહ્યું કે, પાર્ટીને આપવામાં આવેલી લીડરશીપ ફોર્મ્યુલામાં ન તો રાહુલનું નામ હતું કે ન તો પ્રિયંકા ગાંધીનું નામ હતું. વ્યક્તિગત રીતે શું પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તે હું તમને કહી શકતો નથી.” તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી તેમના મિત્ર છે. પ્રશાંત કિશોરે કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધીનું સ્થાન નક્કી કરનાર હું કોણ છું?’

પ્રશાંત કિશોરે કહ્યું કે, ભાજપના હુમલાઓથી ક્ષતિગ્રસ્ત થયેલી રાહુલ ગાંધીની છબીને પુનઃસ્થાપિત કરી શકાય છે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ‘2002થી લઈને અત્યાર સુધી પીએમ મોદીની છબીમાં જે બદલાવ આવ્યો છે તે જુઓ, અલબત્ત, તે શક્ય છે.

2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સંભાવના પર
ભવિષ્યમાં ભાજપ સામે કોંગ્રેસની સંભાવનાઓ પર બોલતા, તેમણે કહ્યું, “તે ખૂબ જ ઊંડા મૂળવાળી પાર્ટી છે. એમ કહેવું ખોટું હશે કે તેમની પાસે કોઈ તક નથી. પરંતુ તેઓએ કેટલાક ફેરફારો કરવાની જરૂર છે. મને ખબર નથી કે 2024માં પીએમ મોદીને કોણ પડકારશે. રાજ્યની ચૂંટણીઓ પરથી લોકસભા ચૂંટણીના સંભવિત પરિણામોની આગાહી કરી શકાતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *