લગ્નમાંથી પરત ફરી રહેલ પરિવારની જીપ વૃક્ષ સાથે અથડાતાં એક જ પરિવારનાં પાંચ લોકો મોતને ભેટ્યા

માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં આવેલ પ્રતાપગઢ જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક જીપ વૃક્ષ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના કુલ 5 લોકોનાં મોત નીપજ્યા હતાં.

તેઓ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં 29 વર્ષીય કોન્સ્ટેબલ સંદીપ યાદવનો પણ સમાવેશ થાય છે. તેમની સગાઈ રવિવારના જ દિવસે થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, દુર્ઘટનાનો શિકાર બનેલ પરિવાર પ્રતાપગઢ જિલ્લામાં આવેલ ખજોહરી ગામનો રહેવાસી હતો.

સંદીપ તેમની સગાઈ બાદ પરિવારના 4 અન્ય સભ્ય રાહુલ, અખિલેશ, પપ્પુ તથા સંદીપની સાથે પટ્ટી તાલુકામાં આવેલ કુંદનપુર ગામમાં લગ્ન સમારોહમાં ગયા હતા. લગ્ન મોટા ભાઈની સાસરીમાં હતા.

દરવાજાને ગેસ-કટરથી કાપી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા : 
પરત ફરતી વખતે કંધઈ કોતવાલીના પિપરી ખાલસા વળાંક પર પૂરઝડપે આવી રહેલ જીપ વૃક્ષ સાથે અથડાઈ હતી. જીપને ખુબ ખરાબ રીતે નુકસાન થયુ હતું. દરવાજાને ગેસ-કટરથી કાપી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. સંદીપ વર્ષ 2013ની બેચનો કોન્સ્ટેબલ હતા. હાલમાં તેમનું પોસ્ટિંગ મઉ જિલ્લામાં થયું હતું. તેમના ભાઈ બબલુએ કહ્યું હતું કે, સંદીપને સોમવારે ફરજ પર જોડાવાનું હતું. આની માટે રાત્રે જ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યાં હતાં.

જીપની બાજુમાંથી એક પૂરઝડપે વાહન પસાર થઈ રહ્યું હતું ;
ASP સુરેન્દ્ર દ્વિવેદીના જણાવ્યા મુજબ ઘટનાસ્થળ પર હાજર લોકોએ કહ્યું હતું કે, ઘટનાના સમયમાં એક પૂરઝડપે વાહન નજીકથી પસાર થઈ રહ્યું હતું, જેને લીધે જીપના ડ્રાઈવરે સંતુલન ખોઈ દીધું હતું. વાહનની શોધ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *