સુરત(ગુજરાત): એસઓજી પોલીસે સોશિયલ મીડિયા દ્રારા ચાલતા પ્રિ એક્ટિવ કાર્ડનું કૌભાંડ ઝડપી પાડ્યો છે. કોરોનાકાળમાં આરોપીની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સરળતાથી પૈસા કમાવવા માટે ટેલીગ્રામમાં જાહેરાત મૂકી ઓરિસ્સાથી પ્રિએક્ટીવ સીમકાર્ડ રૂપિયા 120 માં મંગાવી રૂપિયા 500 માં વેચતો હતો.
એસઓજી પોલીસને માહિતી મળી હતી કે, એક યુવક પ્રિ એક્ટિવ સીમકાર્ડ વેચી રહ્યો છે. એસઓજી પોલીસે માહિતીના આધારે સુરતના ઉધના ઓવરબ્રિજ પાસેથી આશિષ જશવંતભાઈ માટલીવાળાની ધડપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસે વીઆઈપી કંપનીના 17 પ્રિએક્ટીવ સીમકાર્ડ, મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 10,850 નો માલ જપ્ત કર્યો હતો.
આશિષની એસઓજીએ પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, તેણે આ રસ્તો પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અને સરળતાથી પૈસા કમાવવા માટે અપનાવ્યો હતો તેવી કબુલાત કરી હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે, તે ટેલીગ્રામમાં ‘ઇન્ડિયન ઓટીપી ગ્રુપ’ માં સામેલ છે. આ ગ્રુપમાં તેણે ‘પ્રિએક્ટીવ સીમકાર્ડ જોઈએ છે’ તેવી પોસ્ટ મૂકી હતી.
ઓરિસ્સાના વતની તરીકે વિજયે ઓળખ આપતા કહ્યું હતું કે, તે બીજાના આધારકાર્ડ અને ફોટાનો ઉપયોગ કરી વીઆઈ કંપનીની સીમકાર્ડ એક્ટીવ કરવાની એપમાં અપલોડ કરીને સીમકાર્ડ એક્ટીવ કરાવે છે. તેમ કરવાથી આધારકાર્ડના માલિકને ખબર પણ પડતી નથી. આથી આશિષે તેની પાસે 17 પ્રિએક્ટીવ સીમકાર્ડ મંગાવતા વિજયે એક સીમકાર્ડના રૂપિયા 120 ની માંગણી કરતા આશિષે પેટીએમ મારફતે બે ભાગમાં પેમેન્ટ મોકલ્યું હતું. વિજયે કુરિયર મારફતે મોકલેલ પ્રિએક્ટીવ સીમકાર્ડ આશિષ રૂપિયા 500 માં વેચતો હતો. આ અંગે એસઓજીએ ઉધના પોલીસ મથકમાં આશિષ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.