કેરળના સાઇલેન્ટ વેલી ફોરેસ્ટમાં એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. એક ગર્ભવતી હાથણીને મોઠામાં અનાનસ(પાઈનેપલ) આપ્યું હતું. પણ તમને જણાવી દઈએ કે અહિયાં માનવતા તો ખુબ દૂરની વાત છે પણ એક જંગલી જનાવર સાથે આટલી ક્રૂર રીતે હત્યા કોઈએ નહિ કરી હોય. ગર્ભવતી હાથણીના મોઠામાં આપેલા આનાનસમાં મોટા-મોટા બોમ એટલે કે ફટાકડા ભરી દીધા હતા. અને કોઈ વ્યક્તિએ ફટાકડા ભરેલું અનાનસ આ ગર્ભવતી હાથણીને ખવડાવી દીધું હતું. અને ગર્ભવતી હાથણીએ અનાનસ મોઠામાં નાખ્યા બાદ એ બોમ ફૂટ્યો હતો અને તે ગર્ભવતી હાથણીનું મોત થયું હતું.
આ ઘટના સામે આવતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક બેજુબાન જાનવરે તમારું શું બગડ્યું હતું? આવા અનેક પ્રશ્નો લોકોએ ઉભા કર્યા હતા. અને તંત્ર સામે ઈશારો કરી રહ્યા હતા તમારા રહેવા છતાં પણ કોઈ આવી ગંભીર ઘટનાને અંજામ આપી રહ્યા છે. હાલમાં ટ્વીટરમાં લોકો આ ઘટનાને લઈને ખુબ જ વ્યાકુળ થઇ રહ્યા છે. વન અધિકારીએ સોશ્યલ મીડિયા પર ભયાનક મૃત્યુની વિગતો વર્ણવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી છે.
જંગલી હાથીએ પલક્કડ જિલ્લામાં સાઇલેન્ટ વેલીના જંગલો છોડી દીધા હતા, તે ખોરાકની શોધમાં નજીકના ગામમાં ભટકતા હતા. વન અધિકારીઓના મતે હાથીએ અનેનાસ ખાધું હોવાની શંકા છે. લોકો દ્વારા બનાવાયેલા ફટાકડાવાળા અનેનાસનો ઉપયોગ સામાન્ય રીતે સ્થાનિક લોકો જંગલી ડુક્કર સામે તેમના ખેતરોની સુરક્ષા માટે કરે છે. હાથણીએ બધા પર વિશ્વાસ મુકીને લોકો જે આપે તે ખાઈ લેતી હતી પણ તેને ક્યાં ખબર હતી કે આ અનાનસ તેના પેટમાં જઈને તેને અને તેના 15 થી 18 મહિના પેટમાં પાળેલા નાનકડા હાથીને મોતને ઘાટ ઉતારી દેશે”.હાથીને બચાવવા માટે રેપિડ રિસ્પોન્સ ટીમનો ભાગ રહેલા વન અધિકારી મોહન કૃષ્ણએ ફેસબુક પર જણાવ્યું હતું.
હાથણીના મોઠામાં ફટાકડાનો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની જીભ અને મોં ખરાબ રીતે ઘાયલ થયા હતા.હાથી ગામમાં ફરતા, દર્દમાં અને ભૂખમાં જોવા મળતા હતા. ઈજાઓ થવાને કારણે તે કંઈપણ ખાવામાં અસમર્થ હતી. “તેણીએ એક પણ મનુષ્યને નુકસાન પહોંચાડ્યું ન હતું જ્યારે તે ગામની ગલીઓમાં દુ:ખાવો કરતી વખતે દોડતી હતી. તેણે એક પણ ઘર કચડી ન હતી. તેથી જ મેં કહ્યું, તે દેવતાથી ભરેલી છે,” કૃષ્ણએ મલયાલમમાં ભાવનાત્મક નોંધમાં હાથીના ફોટા સાથે લખ્યું હતું.
આખરે છેવટે એ હાથણી નદીમાં ગઈ અને ત્યાં તેનું મો તેણે પાણીમાં દુબડ્યું જેના કારણે તેને રાહત મળે. વન અધિકારીએ જણાવ્યું કે તેણીએ ઈજાઓ અને અન્ય ઇજાઓથી બચવા માટે આ કામ કર્યું હોવું જોઈએ. વન અધિકારીઓએ તેને બહાર કાઠવા માટે બીજા હાથીઓને બોલાવ્યા હતા. પણ કૃષ્ણે લખ્યું કે મે તેઓને કઈ કરવા દીધું નહિ, હાથીઓ આવવા છતાં મે તેને અડવાની ના પાડી દીધી હતી. હાથીને બચાવવા અધિકારીઓ દ્વારા કલાકો સુધી પ્રયત્નો કર્યા બાદ, 27 મેના રોજ સાંજે 4 વાગ્યે તેણી પાણીમાં જ મૃત્યુ પામી હતી. હાથીને ટ્રકમાં જંગલમાં અંદર લઈ જવામાં આવ્યો, જ્યાં વન અધિકારીઓએ તેનું અંતિમ સંસ્કાર કર્યાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news