પાણીપુરી લઈને ઘરે પહોચ્યો પતિ… ત્યાં બાથરૂમમાંથી મળી ગર્ભવતી પત્નીની લાશ – જાણો ક્યાંની છે હિચકારી ઘટના

ઉતરપ્રદેશ(Uttar Pradesh): ગાઝિયાબાદ(Ghaziabad)ના સાહિબાબાદ(Sahibabad)માં એક ગર્ભવતી મહિલાની તેના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા બદમાશોએ મહિલાનું વાયર વડે ગળું દબાવીને હત્યા કરી હતી. આ ઉપરાંત, લૂંટની ઘટનાને પણ પણ અંજામ આપ્યો હતો. ઘરમાં હાજર એક વૃદ્ધ મહિલા બાલ્કનીમાં બંધ હતી. પોલીસે આ મામલે કેસ નોંધીને બદમાશોની શોધ શરૂ કરી છે.

ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, સાહિબાબાદ DLF વિસ્તારમાં બાથરૂમમાં મહિલાની લાશ પડી હોવાની માહિતી મળી હતી. સગર્ભા મહિલાનું વાયર વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. DLF કોલોનીના આશીર્વાદ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં મકાન નંબર 17 બ્લોક A-31માં રહેતા સંતોષ કુમાર શુક્રવારે તેમની ઓફિસે ગયા હતા. ઘરમાં તેની 20 વર્ષની પત્ની સંતોષી ઉર્ફે સોનુ અને વૃદ્ધ માતા સાથે હતા.

ગઈકાલે રાત્રે જ્યારે સંતોષ બજારથી પાણીપુરી લઈને ઘરે પહોચ્યો ત્યારે તેમણે જોયું કે, ઘરની વીજળી બંધ હતી. અવાજ આપતાં માલુમ પડ્યું કે તેની માતા ઘરની બાલ્કનીમાં બંધ હતી અને પત્નીની લાશ ઘરના બાથરૂમમાં પડી હતી. મહિલાનું વાયર વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. અને ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. સંતોષના કહેવા મુજબ તેની પત્ની એક મહિનાથી ગર્ભવતી હતી. મૃતકના પતિએ ઉપરના ફ્લેટમાં રહેતા મજૂર અને તેના કોન્ટ્રાક્ટર વિપિન પર હત્યા અને લૂંટની આશંકા વ્યક્ત કરી છે.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. ગાઝિયાબાદ ટ્રાન્સ હિંડનના એસપી સિટી અને એસએસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું. SSP ના જણાવ્યા અનુસાર, સાંજે કામ પરથી ઘરે પરત ફરેલા મહિલાના પતિએ પોલીસને ઘટનાની જાણ કરી. મહિલાની લાશ બાથરૂમમાં પડેલી મળી આવી હતી અને ઘરમાં કબાટ અને તેનું લોકર તૂટેલું જોવા મળ્યું હતું.

પ્રાથમિક તપાસમાં લૂંટ દરમિયાન હત્યા થઈ હોવાની આશંકા છે. એસપી સિટીના નેતૃત્વમાં એક પોલીસ ટીમ ઘટનાની તપાસ અને ખુલાસો કરવા માટે તૈનાત કરવામાં આવી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસ આ મામલાની અનેક એંગલથી તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *