સુરતમાં રાજસ્થાનથી ભાગીને આવેલા પ્રેમી પંખીડાએ એકસાથે કર્યો આપઘાત: બહેનને મોકલ્યા હતા દોરીના છેલ્લો ફોટો

Surat News: સુરતના પુણા વિસ્તારમાં પ્રેમી પંખીડાના આપઘાતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.પ્રેમી પંખીડાઓએ હૂકમાં સાથે લટકી ગળેફાંસો ખાય આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.પરિણીત પ્રેમી અને અપરિણીત પ્રેમિકા એક મહિના પહેલા રાજસ્થાનથી ભાગીને સુરત(Surat News) આવ્યા હતા.ત્યારે કોઈ કારણોસર પ્રેમને કરૂણ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.હાલ તો બંનેના આપઘાતનું કારણ સામે આવ્યું નથી.

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના અને સુરતના પુણા વિસ્તારમાં આવેલા ચોક ખાતે આવેલી બીવી પાર્ક સોસાયટીમાં પરિણીત હુકમસિંહ અમરસિંહ ચુંડાવત તેની અપરિણીત પ્રેમિકા સાથે એક મહિના અગાઉ ભાગીને સુરતમાં આવ્યો હતો,અને મૃતક યુવાન મોબાઈલની દુકાન ચલાવતોહતો તેમજ ટૂંક સમયમાં દળવાની ઘંટી ખોલવાનો હતો.પરંતુ ઈશ્વરને કંઈક અલગ જ મંજુર હોય તેમ કોઈ કારણોસર મૃતક હુકમ અને તેની પ્રેમિકા અનમોલએ એક સાથે એક જ હુકમાં ગળેફાંસો ખાયને મોતને વ્હાલું કર્યું હોવાનું સામે આવ્યું છે.

1 મહિના અગાઉ ભાગીને સુરત આવ્યા હતા
હુકમસિંહના 16 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્નગાળામાં બે સંતાન પણ છે. અઢી વર્ષ પહેલા સંબંધીની દીકરી અનમોલ સાથે હુકમની આંખ મળી ગઈ હતી.તેમજ હુકમસિંહ અને અનમોલ વચ્ચે છેલ્લા બેથી અઢી વર્ષથી પ્રેમસંબંધ છે. હુકમસિંહ પરિણીત અને બે સંતાનનો પિતા હતો. જ્યારે અનમોલ અપરિણીત છે. એક મહિના પહેલા હુકમ અને અનમોલ બંને રાજસ્થાનથી ભાગીને સુરત આવી ગયા હતા.જે બાદ તેમના પરિવારનો સંપર્ક તૂટી ગયો ગયો હતો.પરંતુ હુકુમ એની બહેનના સંપર્કમાં હતો.

હુકમસિંહના મૃતદેહને રાજસ્થાન લઈ જવામાં આવશે
બંનેના મૃતદેહને નીચે ઉતારીને ફિમેલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને હુકમસિંહના પરિવારના નિવેદન પણ નોંધ્યા છે. જ્યારે અનમોલના પરિવારને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. હુકમસિંહના મૃતદેહને રાજસ્થાન લઈ જવામાં આવશે. જ્યારે અનમોલના મુદ્દે એના અંગે પરિવારના જણાવ્યા જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બંને મૃતકોના પરિવાર વચ્ચે પહેલેથી જ સબંધ હતો.તેમજ હુકમસિંહ અને અનમોલ કૌટુંબિક સંબંધીઓ થાય છે. બંને ભાગી ગયા હોવાથી પરિવારમાં પણ નારાજગી હતી. આ સાથે જ હુકમ પર થોડું ઘણું દેવું હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, હાલ કયાં કારણસર આપઘાત કર્યો તે સામે આવ્યું નથી.હાલમાં પોલીસે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.