જેલમાં બંધ વિદ્યાર્થીએ આઈઆઈટીની પરીક્ષા પાસ કરી:
સામાન્ય રીતે, જેલ (Prison)માં જવાથી લોકોનું ભવિષ્ય બરબાદ થઈ જતું હોય છે પરંતુ, નવાદા જેલ (Navada Jail)માં કંઈક એવું બન્યું જે હાલમાં ખુબ જ ચર્ચાનો વિષય બની ગયું છે. અહીં જેલમાં એક યુવકને તેનું ભવિષ્ય મળી ગયું છે. નવાદા મંડલ જેલમાં બંધ અંડરટ્રાયલ કેદી(Undertrial prisoner) સૂરજ કુમાર ઉર્ફે કૌશલેન્દ્ર કુમારે IIT જોઈન્ટ ઈન્ડિયન ટેસ્ટ ફોર માસ્ટર (IIT JAM)ની પરીક્ષા પાસ કરી છે. એટલું જ નહીં, તેણે સારા માર્કસ મેળવીને ઓલ ઈન્ડિયામાં 54મો રેન્ક મેળવ્યો છે.
વાસ્તવમાં, કૌશલેન્દ્ર બિહારના વારિસલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મોસ્મા ગામનો રહેવાસી છે. 19 એપ્રિલના રોજ, 45 વર્ષીય સંજય યાદવને મૌસુમા ગામમાં ગટર બનાવવાના કોઈ કારણોસર ખૂબ જ માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. કૌશલેન્દ્ર આ સંબંધમાં જેલમાં છે અને તેનો કેસ વિચારણા હેઠળ છે. પરિવારના સભ્યો જણાવે છે કે સૂરજનું સપનું વૈજ્ઞાનિક બનવાનું છે.
મળેલી માહિતી અનુસાર, કૌશલેન્દ્ર લગભગ 11 મહિનાથી જેલમાં છે અને જેલમાંથી જ સ્વ-અભ્યાસ કરી રહ્યો છે. જેલમાંથી તૈયારી કરતી વખતે, કૌશલેન્દ્રએ IIT જોઈન્ટ ઈન્ડિયન ટેસ્ટ ફોર માસ્ટર (IIT JAM) પરીક્ષા માટે ક્વોલિફાય કર્યું છે. IITના જાહેર કરવામાં આવેલા પરિણામમાં તેણે 54મો રેન્ક મેળવ્યો છે. દર વર્ષે JAM પરીક્ષા IIT દ્વારા લેવામાં આવે છે. તે એક પ્રવેશ પરીક્ષા છે જેના દ્વારા 2-વર્ષના MSc પ્રોગ્રામ (માસ્ટર્સ કોર્સ)માં પ્રવેશ આપવામાં આવે છે. તેણે આ સફળતાનો શ્રેય પૂર્વ જેલ અધિક્ષક અભિષેક કુમાર પાંડે અને તેના ભાઈ વીરેન્દ્ર કુમારને આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.