મોટા સમાચાર: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આ ઉમેદવારના પક્ષમાં કરશે મતદાન

આમ આદમી પાર્ટી(AAP)એ નિર્ણય લીધો છે કે તે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election)માં વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હા(Yashwant Sinha)ને સમર્થન આપશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય…

આમ આદમી પાર્ટી(AAP)એ નિર્ણય લીધો છે કે તે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election)માં વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હા(Yashwant Sinha)ને સમર્થન આપશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે(Sanjay Singh) જાહેરાત કરી કે અમને દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) માટે સન્માન છે, પરંતુ અમે યશવંત સિંહાને સમર્થન આપીશું. આમ આદમી પાર્ટીએ પોતાની રાજકીય બાબતોની સમિતિની બેઠક બાદ આ નિર્ણય લીધો છે. અમે તમને જણાવી દઈએ કે, AAP એ તેના તમામ 11 PAC સભ્યો સાથે આ મુદ્દા પર દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના સિવિલ લાઇન્સના નિવાસસ્થાને બેઠક યોજી હતી, જ્યાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, ગોપાલ રાય, આતિશી, એનડી ગુપ્તા, દુર્ગેશ પાઠક, પંકજ ગુપ્તા, રાઘવ ચઢ્ઢા, ઈમરાન હુસૈન અને રાખી બિરલા હાજર હતા.

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરની ખિલેશ યાદવ પ્રત્યેની નારાજગી વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને ડૂબાડી દેશે. સુભાસપના પ્રમુખ ઓપી રાજભરે તેમના કાર્ડ ખોલ્યા અને કહ્યું કે તેઓ અને તેમની પાર્ટી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે. તમને જણાવી દઈએ કે 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે અને તે પહેલા સપા ગઠબંધનમાં સુભાષપના એનડીએ ઉમેદવારને સમર્થન આપવાથી વિપક્ષો હાવી થઈ શકે છે.

આ વખતે એક સાંસદના વોટની કિંમત 700:
દેશમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન થશે. મતદાન દરમિયાન સાંસદો અને ધારાસભ્યોને અલગ-અલગ રંગના બેલેટ પેપર આપવામાં આવશે. સાંસદોને લીલા રંગના બેલેટ પેપર આપવામાં આવશે, જ્યારે ધારાસભ્યોને ગુલાબી રંગના બેલેટ પેપર આપવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્યોનો મત તેઓ પ્રતિનિધિત્વ કરે છે તે રાજ્યની વસ્તી પર આધાર રાખે છે. આ વખતે એક સાંસદના વોટની કિંમત 700 છે. અલગ-અલગ રંગના બેલેટ પેપર હોવાથી રિટર્નિંગ ઓફિસરો માટે મતોની ગણતરી કરવામાં સરળતા રહેશે.

સંસદ ભવનમાં થાય છે મતગણતરી:
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન સંસદ ભવનમાં અને રાજ્યની વિધાનસભાઓમાં થાય છે. સંસદ ભવનમાં મતગણતરી થાય છે. આ વખતે મતગણતરી 21 જુલાઈએ થશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ગેરહાજરીને કારણે આ વખતે સાંસદોના વોટનું મૂલ્ય 708થી ઘટીને 700 પર આવી ગયું છે. દરેક રાજ્યોમાં ધારાસભ્યોના મતનું મૂલ્ય અલગ અલગ હોય છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય અન્ય રાજ્યના ધારાસભ્ય કરતાં વધુ છે. ઉત્તર પ્રદેશના ધારાસભ્યોના મતનું મૂલ્ય 208 છે, જ્યારે ઝારખંડ અને તમિલનાડુના ધારાસભ્યોના મત 176 છે. તે મહારાષ્ટ્રમાં 175, સિક્કિમમાં સાત, નાગાલેન્ડમાં નવ અને મિઝોરમમાં આઠ છે. જો મુર્મુ આ ચૂંટણી જીતે છે અને રાષ્ટ્રપતિ બને છે, તો તે આ ટોચના પદ પર પહોંચનાર આઝાદી પછી જન્મેલા પ્રથમ નેતા હશે. તે દેશની પ્રથમ આદિવાસી અને સૌથી યુવા રાષ્ટ્રપતિ પણ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *