સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરનો અંત આવી ચુક્યો છે ત્યારે ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે 20થી ઓછા તેમજ સતત બીજા દિવસે 14 નવા કેસ નોંધાયા છે, જ્યારે 25 દર્દીઓ સાજા થઈ ગયા છે. આની સાથે 3 કોર્પોરેશન તથા 3 જિલ્લામાંથી નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાંથી સૌથી વધારે એટલે કે, 5 નવા કેસ સામે આવ્યા છે.
જ્યારે 5 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 3 કોર્પોરેશન તેમજ 30 જિલ્લામાંથી એકપણ કેસ સામે આવ્યો નથી. આની સાથે જ ગુજરાતનો રિક્વરી રેટ 98.76% પર સ્થિર રહ્યો છે. છેલ્લા થોડા દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી સતત વધારો થઈ રહ્યો છે.
કોરોના દર્દીઓની મહત્તમ સંખ્યા ખાસ કરીને તો કેરળમાં મળી છે. થોડા સમયથી, કેરળ તથા મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. આની માટે ગૃહ મંત્રાલય દ્વારા દેશના રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
આની માટે, કોરોના ચેપને અટકાવવા માટે જરૂરી સાવચેતી રાખવી જોઈએ. નિષ્ણાતોના મત પ્રમાણે કોરોનાની ત્રીજી લહેરનો ભય અકબંધ રહેલો છે કે, જેથી બિલકુલ બેદરકાર ન બનો. તેને જોતા સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે.
જેમાં, લોકોને કોરોનાથી બચાવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેને જોઈને તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં. એક વાંદરું માસ્ક પહેરી રહ્યું છે તેમજ આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયોમાં પરથી આપણને પ્રેરણા મળે છે કે, પ્રાણી થઈને વાંદરો જયારે મોં પર માસ્ક પહેરતો હોય તો માનવીએ તો પહેરવું જ જોઈએ. આ વિડીયો સોસિયલ મીડિયા પર આ વિડીયો ખુબ વાયરલ થયો છે ત્યારે આ વિડીયોને અત્યાર સુધીલા કેટલીય લાઈક મળી ચુકી છે તથા કેટલાય લોકોએ આ વિડીયો શેર કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.